///

ઇંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની પ્રથમ વન-ડે ફરી રદ કરાઇ, જાણો કારણ

ઇંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બીજી વખત પ્રથમ વન-ડે મેચ શરૂ થઈ શકી નથી. તેને લઈને બંને બોર્ડ તરફથી નિવેદન જાહેર કરવામાં આવ્યા છે. કહેવામાં આવ્યું છે કે જે હોટલમાં ટીમ રોકાઈ હતી ત્યાંના બે સ્ટાફને કોરોના થયો છે. જેથી મેચ રદ કરવાની ફરજ પડી છે. આ પહેલા શુક્રવારે વન-ડે શ્રેણી શરૂ થવાની હતી પણ દક્ષિણ આફ્રિકાના એક ખેલાડીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ મેચ રવિવાર સુધી ટાળી દેવામાં આવી હતી. હવે ફરીથી આ મેચને ટાળવામાં આવી છે.

ઇંગ્લેન્ડ તરફથી જાહેર કરેલા નિવેદન પ્રમાણે ઇંગ્લેન્ડ ટીમના ખેલાડીઓના સેમ્પલને ફરી એક વખત તપાસ માટે મોકલવામાં આવ્યા છે. જેનો રિપોર્ટ આવવાનો બાકી છે. શનિવારે સાંજે સેમ્પલ લેવામાં આવ્યા હતાં. તેવામાં કોરોના રિપોર્ટ આવ્યા બાદ રમત શરૂ થશે.

શુક્રવારે સાંજે દક્ષિણ આફ્રિકાના ખેલાડીઓનો ફરીથી ટેસ્ટ કરવામાં આવ્યો હતો. તમામ ખેલાડીઓનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. શુક્રવારે ઇંગ્લેન્ડના ખેલાડીઓનો ટેસ્ટ થયો નહતો કારણ કે એક દિવસ પહેલા એટલે કે ગુરુવારે બધા ખેલાડીઓનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. જોકે હવે હોટલના બે સ્ટાફનો રિપોર્ટ પોઝિટિવ આવતા શનિવારે ફરીથી ઇંગ્લેન્ડના તમામ ખેલાડીઓનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જોકે હજુ સુધી તેનો રિપોર્ટ આવ્યો નથી. જેથી મેચ રદ કરવી પડી છે.

Leave a Reply

Your email address will not be published.