///

કોન્ટ્રાક્ટ ફાર્મિંગ એક્ટ હેઠળ આ રાજ્યમાં થઇ પ્રથમ કાર્યવાહી, જાણો સમગ્ર મામલો

ખેડૂતો સતત કૃષિ કાયદાના વિરૂદ્ધ પ્રદર્શન કરી રહ્યા છે. તો બીજી તરફ કેન્દ્ર સરકાર તરફથી તૈયાર કરવામાં આવેલા નવા કોન્ટ્રાક્ટ ફાર્મિંગ એક્ટ હેઠળ મધ્ય પ્રદેશમાં પ્રથમ કાર્યવાહી થઇ છે. કોન્ટ્રાક્ટ છતાં કંપનીએ અનાજ ખરીદ્યું નહી તો કેન્દ્ર સરકારના નવા કાયદા હેઠળ ફરિયાદ દાખલ કરાવી છે. કાર્યવાહી થતાં કંપની ફરીથી ખેડૂતોનું અનાજ ખરીદવા માટે રાજી થઇ ગઇ છે.

મધ્ય પ્રદેશના કૃષિ વિભાગને ફરિયાદ મળતાં ખેડૂત કોન્ટ્રાક્ટ કિંમત અને કૃષિ સેવા અધિનિયમ 2020 ના નિયમ-કાયદા અનુસાર કાર્યવાહી કરતાં ખેડૂતોને ન્યાય અપાવ્યો છે.

જોકે મધ્ય પ્રદેશના હોશંગાબાદ જિલ્લાના પિપરિયા તાલુકાના ભૌખેડી સહિત અન્ય ગામના ખેડૂતો પાસેથી માર્કેટના ઉચ્ચતમ મૂલ્ય પર અનાજની ખરીદી કરવા માટે જૂન 20020માં ફોર્ચૂન રાઇસ લિમિટેડ કંપની દિલ્હીએ લેખિત કરાર કર્યો હતો. કંપનીએ શરૂમાં કોન્ટ્રાક્ટ અનુસાર અનાજની ખરીદી કરી. પરંતુ સંબંધિત અનાજના ભાવ 3000 રૂપિયા પ્રતિ ક્વિંટલ થતાં નવ ડિસેમ્બરના રોજ કર્મચારીઓએ ખરીદી બંધ કરી ફોન બંધ કરી દીધો.

10 ડિસેમ્બરના રોજ ભૌખેડીના ખેડૂતોએ એસડીએમને ફરિયાદ કરી હતી. ફરિયાદના આધારે જિલ્લા વહિવટીતંત્રએ કૃષિ વિભાગ પાસેથી માર્ગદર્શન માંગ્યું હતું. કૃષિ વિભાગે તેમને કોન્ટ્રાક્ટ ફાર્મિંગ એક્ટની કલમ 14 હેઠળ સર્વપ્રથમ બોર્ડની રચનાની કાર્યવાહી કરતાં અને પછી વેપારીના ન માનતાં તેમના વિરૂદ્ધ આદેશ મંજૂર કરવાની સલાહ આપી.

આ મામલે એસડીએમ પિપરિયાની કોર્ટે સમન્સ જાહેર કરી ફોર્ચૂન રાઇસ લિમિટેડના અધિકૃત પ્રતિનિધિને 24 કલાકમાં જવાબ માટે બોલાવ્યા હતાં. એસડીએમ કોર્ટમાંથી જાહેર સમન્સ પર ફોર્ચૂન રાઇસ લિમિટેડના ડાયરેક્ટર અજય ભલોટિયાએ જવાબ રજૂ કર્યો હતો. બોર્ડમાં પિપરિયા અને ખેડૂતોના પ્રતિનિધિને સામેલ કરવામાં આવ્યા હતાં.

બોર્ડમાં સહમતિના આધારે ફોર્ચૂન રાઇસ લિમિટેડ કંપની દિલ્હીએ કરાર ખેડૂતો પાસેથી 2950 રૂપિયાની સાથે 50 રૂપિયા બોનસ કુલ 3000 પ્રતિ ક્વિંટલના દરથી અનાજ ખરીદવા માટે સહમતિ આપી. આ પ્રકારે કૃષિ કાયદાના માધ્યમથી 24 કલાકની અંદર ખેડૂતોને ઉચ્ચતમ કિંમત અપાવવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published.