///

જમ્મુ કશ્મીરમાં ચોમાસા બાદ મોસમની થઈ પ્રથમ બરફવર્ષા

દેશમાં એકબાજુ ચોમાસાએ વિદાય લઈ લીધી છે, તો બીજી બાજુ પહાડો પર મોસમે પોતાનો રંગ બદલ્યો છે. ત્યારે ગઈકાલે જમ્મુ કશ્મીર અને લદાખમાં આવેલા મુગલ રોડ, ગુલમર્ગ અને દ્રાસમાં સીઝનની પહેલી બરફવર્ષા થઈ હતી. જેના કારણે મુગલ રોડ પર વાહનોની અવર-જવર પણ બંધ કરી દેવામાં આવ્યો છે.

આ ઉપરાંત હિમાચલ પ્રદેશમાં બપોર બાદ રોહતાંગ સહિત લાહોલના ધેપન પીક, લેડી ઓફ કેલાંગ, મુલકિલા નીલકંઠ, કુગતી પાસ ઉપરાંત શિકરા અપની પહાડીઓ પર બરફ વર્ષા થઈ હતી. શ્રીનગર-લેહ હાઈવે પર લદાખના પ્રવેશદ્વાર દ્રાસ સેકટરમાં શ્રીનગર લેહ હાઈવે પર હિમપાત સતત ચાલુ રહેવાથી જોજીલા માર્ગ બંધ થવાના સંકેત જણાઈ રહ્યા છે.

પ્રથમ સીઝનમાં જ નિર્ધારિત સમય પહેલા બરફ વર્ષાની અસર જોજીલા માર્ગ પર 14.2 કિલોમીટર લાંબી સુરંગના નિર્માણ પર પડી શકે છે. મોસમ વિજ્ઞાન કેન્દ્ર શ્રીનગર અનુસાર આગામી 24 કલાકમાં કાશ્મીર વિસ્તારના ઉંચા પહાડી ક્ષેત્રોમાં બરફ વર્ષા કે વરસાદ પડવાના એંધાણ છે.

Leave a Reply

Your email address will not be published.