/

ભાવનગરમાં કોરોનાનો પગપેસારો

ભાવનગરમાં કોરોનાનો પગપેસારો ચાલુ થઇ ગયો છે. ભાવનગરના કરચરિયા પરાના 70 વર્ષીય વૃદ્ધનું કોરોનાના કારણે મોત નીપજ્યું છે. કોરોનાના પોઝિટિવ કેસવાળા દર્દીનું મોત થતા ભાવનગર શહેરમાં સન્નાટો છવાઈ ગયો છે. છેલ્લા 14 દિવસથી મૃતક કોરન્ટાઇલ પર હતા. કોરન્ટાઇન દરમિયાન ભાવનગરની સરટી હોસ્પિટલમાં દાખલ હતા. મૃતક દિલ્હીથી પ્રવાસ કરીને ભાવનગર આવ્યા હતા. ત્યારે આ દર્દીનું ગઇકાલ મોડીરાત્રે મોત થયું છે.

મહત્વની વાત છે કે ગુજરાતમાં કૉરોનાનો કહેર યથાવત છે રાજ્યમાં કુલ 43 પોઝિટિવ કેસ નોંધાયા છે. અમદાવાદમાં 15 સુરતમાં 7, વડોદરામાં 8, રાજકોટમાં 4, કચ્છમાં 1, ભાવનગરમાં 1 અને ગાંધીનગરમાં 7 કેશ પોઝિટિવ નોંધાયા છે તો ત્રણના મોત અત્યાર સુધીમાં નોંધાયા છે.

Leave a Reply

Your email address will not be published.