////

નીતિન પટેલ પર ચપ્પલ ફેંકનાર શખ્સ નીકળ્યો પૂર્વ ભાજપ નેતા

તાજેતરમાં વડોદરામાં કરજણ બેઠક પર ચૂંટણી પ્રચાર કરવા ગયેલા નાયબ મુખ્યપ્રધાન પર ચપ્પલ ફેંકવામાં આવ્યું હતું. ત્યારે આખરે આ શખ્સ ઝડપાઈ ગયો છે. જાણવા મળતી વિગતો પ્રમાણે શિનોરના રહેવાસી રશ્મિન પટેલ દ્વારા નીતિન પટેલ પર ચપ્પલ ફેંકાયું હતું. ત્યારે પોલીસે રશ્મિન પટેલની ધરપકડ કરી છે. આ વચ્ચે એક ચોંકાવનારી માહિતી સામે આવી છે.

જેમાં નીતિન પટેલ પર ચપ્પલ ફેંકનાર રશ્મિન પટેલ એ ભાજપનો જ પૂર્વ કાર્યકર છે અને હાલ કોંગ્રેસ સાથે જોડાયેલો છે. રશ્મિન પટેલ શિનોર તાલુકા પંચાયતનો પૂર્વ કારોબારી અધ્યક્ષ છે. ભાજપે જ તેને 2010 થી 2013 દરમિયાન કારોબારી અધ્યક્ષ બનાવ્યો હતો. તેમજ રશ્મિન પટેલના પત્ની રશ્મિ પટેલ શિનોર ગ્રામ પંચાયતમા સરપંચ પણ રહી ચૂક્યા છે. ભાજપના જુથવાદના કારણે રશ્મિન પટેલે ચપ્પલ ફેકાયુ હોવાની ચર્ચા ચાલી રહી છે.

હવે તાજેતરમાં નીતિન પટેલ પર ફેંકાયેલા ચપલ્લ પર રાજકીય રંગ જોવા મળી રહ્યો છે. પોલીસ તેને કોંગ્રેસનો કાર્યકર ગણાવી રહી છે, પણ રશ્મિન પટેલનો ભૂતકાળ ભાજપ સાથે જોડાયેલો છે. ત્યારે પ્રશ્ન એ છે કે રશ્મિન પટેલ કોણ છે. અને આ ઘટના પાછળ કોનું માસ્ટરમાઈન્ડ છે.

Leave a Reply

Your email address will not be published.