//

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટનને આવ્યો હાર્ટ અટેક, દિલ્હી હોસ્પિટલમાં દાખલ

હે ભગવાન 2020નું વર્ષ તો હજુ શું શું બતાવશે કઇ ખબર પડે છે. હા તમે જે વાંચ્યુ છે તે સાચુ છે. ભારતીય ક્રિકેટ ટીમના 1983 વર્લ્ડ કપના વિજેતા અને ભૂતપૂર્વ કેપ્ટન કપિલ દેવને હાર્ટ એટેક આવ્યો છે.

પૂર્વ ક્રિકેટરને હાર્ટ એટેક આવ્યા બાદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ દિલ્હીના એક હોસ્પિટલમાં તેમની એન્જીઓપ્લાસ્ટી પણ થઇ છે. જો કે હાલ તેમની હાલત સ્થિર છે અને તેમની તબિયત સુધારા પર છે.

મહત્વનું છે કે ભારતને પોતાની કેપ્ટનશીપમાં પહેલો વન ડે વર્લ્ડ કપ જીતાડનારા કપિલ દેવની ગણતરી વિશ્વના દિગ્ગજ ઓલરાઉન્ડરમાં કરવામાં આવે છે. કપિલ દેવે પોતાના આંતરરાષ્ટ્રીય કરિયરમાં 131 ટેસ્ટ અને 225 વન ડે મેચ રમી છે. જેમાં તેમના નામે ટેસ્ટમાં 5248 રન અને 434 વિકેટ છે. જ્યારે વન ડેમાં તેમણે 3783 રનની સાથે 253 વિકેટ પણ હાંસીલ કરી છે.

Leave a Reply

Your email address will not be published.