//

પેટા ચૂંટણીમાં સપાના પ્રદર્શનને લઇ પૂર્વ મુખ્ય પ્રધાને કરી મોટી જાહેરાત

ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્ય પ્રધાન અખિલેશ યાદવે બિહારથી પાઠ ભણી એક જાહેરાત કરી છે. પૂર્વ મુખ્ય પ્રધાને ગઇકાલે શનિવારે એલાન કર્યું કે સમાજવાદી પાર્ટી 2022ની યુપી વિધાનસભા ચૂંટણીમાં નાના પક્ષોને સાથે ગઠબંધન કરશે. પરંતુ કોઇ મોટા પક્ષ સાથે ગઠબંધન નહીં કરે.

પૂર્વ મુખ્ય પ્રધાને કાકા શિવપાલ યાદવ સાથે બધા મતભેદો ભૂલી તેની સાથે પણ આગળ વધી ગયા છે. અખિલેશ શિવપાલ માટે ઇટાવાની જસવંતનગરની બેઠક છોડી દીધી છે. આ સાથે કહ્યું કે જો સપા ચૂંટણી જીતશે તો પોતાની સરકારમાં કાકા શિવપાલને કેબિનેટપ્રધાન બનાવશે.

યુપીમાં તાજેતરની પેટા ચૂંટણીમાં સપાના પ્રદર્શન અંગે અખિલેશે કહ્યું કે જ્યારે ચૂંટણી ડીએમ, એસપી, સીઓ અને કોન્સ્ટેબલો લડે તો કોણ જીતશે? ચૂંટણી ભાજપ નહીં તેની સરકારના તમામ અધિકારીઓ લડી રહ્યા છે. 2022ની ચૂંટણીમાં સપા વિકાસના કામો અને ભાજપ સરકારના ભ્રષ્ટાચારના મુદ્દાઓને પ્રજા સમક્ષ લઇ જશે.

અખિલેશ યાદવે કહ્યું કે ઇટાવાનો વિકાસ માત્ર સપાએ જ કર્યો છે. ખેલાડીઓની કુશળતા બહાર લાવવાનું કામ તેમને યશ ભારતી સન્માન આપીને કર્યું. ઇટાવાનો ઇતિહાસ પણ સ્વતંત્રતા સાથે જોડાયેલો છે. ડીએમ નિવાસ એક સમયે અંગ્રેજ ડીએમ એઓ હ્યુમનું હતું. હવે સમાજવાદી પાર્ટીની સરકાર બનશે તો ડીએમ નિવાસને મ્યુઝિયમ બનાવી દેવાશે.

અખિલેશ યાદવે સીએમ યોગીને ટોણો મારતા કહ્યું કે આપણા મુખ્યપ્રધાનને ખબર જ નથી અને બુંદેલખંડ એક્સપ્રેસને આપણા ઇટાવા ઘર સાથે જોડી દીધું. તેમણે કહ્યું કે વિકાસની સાથે અન્યાય, ભ્રષ્ટાચારને લોકો સામે લઇ જઇશું.

Leave a Reply

Your email address will not be published.