///

કૃષિ કાયદા બિલ ખામીયુક્ત હોવાનું ભારત સરકારના પૂર્વ આર્થિક સલાહકારે જણાવ્યું

દિલ્હીમાં સતત 16 દિવસથી નવા કૃષિ કાયદા સામે પ્રદર્શન કરી રહેલા ખેડૂતોની સમસ્યાનો ઉકેલ હજુ સુધી આવી શક્યો નથી. ત્યારે સરકાર કૃષિ કાનૂનોમાં સંશોધન કરવા માટે તૈયાર છે, પરંતુ ખેડૂત આને પરત લેવાની માંગ પર અડગ છે. જોકે સરકાર અને ખેડૂત નેતાઓ વચ્ચે વાતચીત માટે છ બેઠકો થઈ ચૂકી છે. પરંતુ કોઈ જ નક્કર પરિણામ આવી શક્યું નથી. ગૃહપ્રધાન અમિત શાહ સાથેની બેઠકમાં પણ કોઈ જ ઉકેલ નિકળ્યો નથી.

આ અંગે વર્લ્ડ બેંકના પૂર્વ ચીફ ઈકોનોમિસ્ટ અને ભારત સરકારના પૂર્વ આર્થિક સલાહકાર પ્રો. કૌશિક બસુએ ટ્વિટર પર લખ્યું છે કે, કૃષિ બિલ ખેડૂતોથી વધારે કોર્પોરેટને ફાયદો પહોંચાડશે. મેં ભારતના નવા કૃષિ બિલોને સ્ટડી કરી લીધા છે અને અનુભવ્યું છે કે, તેમાં ખામીઓ છે અને ખેડૂતો માટે હાનિકારક સાબિત થશે. આપણા કૃષિ રેગ્યુલેશનમાં ફેરફારની જરૂરત છે, પરંતુ નવા કાનૂન ખેડૂતોથી વધારે કોર્પોરેટ હિતોની મદદ કરશે. ભારતના ખેડૂતોની સંવેદનશીલતા અને નૈતિક શક્તિને સલામ.

એક ખાનગી ન્યૂઝ એજન્સીમાં રાજકીય વિશેષજ્ઞ પ્રો. સુહાસ પલશિકર લખે છે કે, ખેડૂત આંદોલન કરારની રાજનીતિને પરત લાવી શકે છે. ખેડૂતોના વિરોધના કેટલાક દિવસોની અંદર જ, સરકારે વાતચીત શરૂ કરી દીધી છે. આ તમામ કંઈક એવું છે કે, વર્તમાન સરકારે આવું ઘણું ઓછુ કર્યું છે. રાજનીતિથી કરાર અને પ્રદર્શનોને છ વર્ષ સુધી દૂર રાખ્યા પછી, સરકારે અંતે વાતચીત શરૂ કરવી પડી. તેથી, ભલે વિરોધ પ્રદર્શનનું પરિણામ જે આવે, પરંતુ અંતે સરકારે વાતચીત શરૂ કરવી પડી અને નવા કૃષિ કાયદા ગમે તે તરફ હોય, તે અનુભૂતિનું ક્ષણ હોવું જોઈએ કે, નીતિઓને માત્ર રાજ્યની શક્તિઓથી જ પાસ કરવી જોઈએ નહીં.

તેમણે આગળ લખ્યું કે, પરિવર્તનની જરૂરત ના માત્ર કૃષિ નીતિઓ વિશે છે, પરંતુ રાજનીતિ વિશે્ પણ છે. પાછલા છ વર્ષોમાં એક બહુસંખ્યક રાષ્ટ્રવાદની દિશામાં બધી જ રીતે આગળ વધવા ઉપરાંત, સરકારે રાજકીય રૂપથી ચૂંટણીકીય તાનાશાહીના રસ્તા ઉપર પણ ભાર આપ્યો છે. સ્વભાવિક છે કે, ભાજપ સરકાર આપણને અહીં લઈને આવી છે, પરંતુ ચૂટણીકીય તાનાશાહીને સ્વીકાર કરવાની પ્રવૃત્તિ ખુબ જ વધારે ખતરનાક છે. આ આંદોલને ‘મસીહા’ના રૂપની વડાપ્રધાનની છબી પર પાણી ફેરવવાનું કામ કર્યું છે. કરારનો અર્થ સર્વ-શક્તિશાળી અને સર્વોચ્ચ નેતાને એક સામાન્ય રાજનેતામાં પરિવર્તિત કરવાની દિશામાં પ્રથમ પગલું હશે.

તો અન્ય એક ન્યૂઝ એજન્સીમાં લેખક રવિન્દ્ર કોર લખે છે કે, પ્રદર્શનકારીઓના દઢ સંકલ્પ ભારતની સત્તાધારી પાર્ટીને મુશ્કેલ જગ્યા પર લાવીને ઉભી કરી દીધી છે. મહામારી દરમિયાન પાર્ટી રાષ્ટ્રવ્યાપી બંધની થોડી એવી પણ આશા કરી હશે નહીં. દુનિયાનું સૌથી સખ્ત લોકડાઉન અને સંક્રમણના ડરનો લોકતાંત્રિક અભિવ્યક્તિને સીમિત કરવા માટે ફાયદો ઉઠાવવામાં આવ્યો છે. મોદી સરકારે મહામારીને કેટલાક ‘મુશ્કેલ’ માર્કેટ સુધારાઓને લાગું કરવાના એક દૂર્લભ તકના રૂપમાં જોઈ છે.

મહત્વનું છે કે, કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂત નેતાઓએ 8 ડિસેમ્બરે ભારત બંધનું એલાન કર્યું હતું. તે દિવસે સાંજે જ ખેડૂતોની ગૃહપ્રધાન અમિત શાહ સાથે વાતચીત થઈ હતી. સાથે જ સરકારના કાનૂનોમાં સંશોધન કરવાનો પ્રસ્તાવ ખેડૂતોને આપવામાં આવ્યો હતો, જેને તેમણે ફગાવી દીધો છે.

Leave a Reply

Your email address will not be published.