//

ફરી એક વખત આવી શકે છે વેશ્વિક આર્થિક મંદી : જાણો કંઇ રીતે

દુબઇમાં ઇન્ટરનેશનલ વુમન્સ કોન્ફરન્સ યોજાઇ હતી. જેમાં ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઇવાન્કા ટ્રમ્પ, બ્રિટનનાં પૂર્વ પ્રધાનમંત્રી થેરેસામે તેમજ ઇન્ટરનેશનલ મોનિફરી ફંડના મેનેજિંગ ડિરેકટર ક્રિસ્લીના જયોર્રજિવાએ હાજરી આપી હતી. જયાં ક્રિસ્લીના જયોર્રજિવાએ સંબોધન દરમિયાન નિવેદન આપ્યું હતું. નિવેદન આપતા તેમણે જણાવ્યું હતું કે, વૈશ્વિક વિકાસમાં કોરોના વાયરસના કારણે વિકાસદરમાં ૦.૧થી ૦.૨ ટકાનો ઘટાડો થાય તેવી શકયતાઓ જોવા મળી રહી છે. બાદમાં ફરી વિકાસદરમાં ઉછાળો આવે તેવી પણ શકયતાઓ જોવા મળશે. કોરોના વાયરસથી અત્યાર સુધીમાં ૧૬૦૦થી પણ વધુ લોકોના મોત થઇ ગયા છે. કોરોનાના કારણે પ્રવાસ અને ટ્રાન્સપોર્ટેશન જેવા ક્ષેત્રો ખૂબજ વિપરીત પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. વાયરસનાં કારણે સર્જાયેલી અનિશ્ચિતાઓ તેમજ ઓછી ઉત્પાદકતા વૃદ્વિ, નીચો આર્થિક વિકાસ, નીચા વ્યાજ દરો અને ઉંચા ફુગાવાની વચ્ચે આપડે સપડાયેલા છીએ. ઇન્ટરનેશનલ મોનિફરી ફંડ દ્વારા અનુમાન લગાડવામાં આવ્યુ છે કે વર્ષ ૨૦૨૦માં વૈશ્વિક વિકારદરમાં ૦.૧થી ૩.૩ ટકાનો વધારો નોંધાયો હતો. જે દાયકાનો સૌથી નીચો વિકાસદર હતો.

વધુમાં ક્રિસ્લીના જયોર્રજિવાએ લોકોને સલાહ આપી હતી કે વાયરસના લક્ષણો વિશે કોઇ પાસે પૂરતી માહિતી નથી જેથી કોઇ ચોક્કસ તારણ પર પહોંચવું ના જોઇએ. બીજી બાજુ વાયરસ બીજા દેશોમાં મહામારી સર્જશે કે નહીં તે અંગે પણ કોઇ માહિતી નથી.

ચીનની સરકારે કરન્સીને આગળ વધતી અટકાવી છે.

જો કોઇ વ્યકિત કોરોના વાયરસનો ચેપી હોય તો તેના શ્વાસ, સ્પર્શથી પણ કોરોના વાયરસ ફેલાય છે. આવી પરિસ્થિતિમાં નોટ કે અન્ય કરન્સી તે વ્યકિત પાસે હોય તો તેના અંશો નોટોમાં આવી જાય છે. તે વ્યકિત પોતાની કરન્સી બીજાને આપે તો તેને પણ કોરોના વાયરસનો ચેપ લાગી શકે છે જેથી કોરોના વાયરસના ફેલાવાની શકયતાઓ વધી જાય છે. ચીનમાં કોરોના વાયરસ વધુ ફેલાય ના જેથી ત્યાંની સરકારે કરન્સીને આગળ વધતી અટકાવીને સ્ટોર રૃમમાં રાખવાનું શરૃ કર્યુ છે.

કોરોના વાયરસથી થયેલી આર્થિક અસરો

૧. ચીનનાં શિનજીયાંગમાં વેપાર-ઉધોગો ઠપ અવસ્થામાં
૨. ચીન-કઝાકિસ્તાન સરહદ પર ફ્રી ટ્રેડ ઝોન કે જે વૈશ્વિક બજાર માટે મુકત વેપારનું માધ્યમ હતું. પરંતુ તે હાલના તબક્કે બંધ છે. જેથી ટ્રાન્સપોટેશન ઉધોગ મંદીમાં છે.
૩. કોરોના વાયરસના કારણે ચીનમાં પ્રતિબંધો લાગ્યા છે. જેથી લોકો નોકરી-વ્યવસાય પર જતાં નથી.
૪. ચીનમાં ઉત્પાદનો અને વેપાર નિષ્કીય બન્યો છે.
૫. ચીનનો શિનજીયાંક પોર્ટમાં થતા તમામ ટ્રાન્સપોટેશન બંધ છે.
૬. ચીનમાં ૮૦થી ૯૦ ટકા ઉધોગો બંધ પડયા છે.

Leave a Reply

Your email address will not be published.