/

કપાસના ખેડૂતો માટે સારા સમાચાર, કપાસ ઓઈલની જીનિંગ મિલ ચાલુ રહેશે

રાજ્યમાં કોરોનાના કેસો વધી રહ્યા છે દરમિયાન મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી જેમાં સરકાર દ્વારા કપાસના ખેડૂતો માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.. તો કપાસના ઓઈલની જીનિંગ મિલ ચાલુ રહેશે અને લોકડાઉન દરમિયાન તેલની અછત નહીં સર્જાય.. જે ખેડૂતોએ કપાસ કર્યું છે તેવા ખેડૂતો લોકડાઉનની પરિસ્થિતિમાં પણ કપાસને મિલ સુધી લઈ જઈ શકશે. તો લોકડાઉનની સ્થિતિમાં પણ મહાનગર પાલિકા સહિત નગર પાલિકાના ફ્રંટ લાઈન વર્કસને સરકારી સહાય આપવામાં આવશે. તો જોઈ વર્કસનું ફરજ દરમિયાન મોત થશે તો તેના પરિવારને 25 લાખની સહાય કરાશે. તો સસ્તા અનાજની દુકાનો પર પણ વિના મૂલ્યે રાશન વિતરણ કરવામાં આવી રહ્યું છે જેના કારણે ત્યાં ભીડ એકઠી થાય છે જો આ દરમિયાન કોઈ સસ્તા અનાજના દુકાન ધારકનું મૃત્યું થશે તો તેના પરિવારને પણ 25 લાખની સહાય કરવામાં આવશે. તેઓએ વધુમાં જણાવ્યું કે કોરોના વાયરસ વધુ ફેલાઈ રહ્યો છે જેના કારણે સરકાર દ્વ્રારા વધુ 25 હજાર માસ્કનું વિતરણ કરવામાં આવ્યું છે.

પાંચ મહાનગરો જેવા કે અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરામાં વધુ માસ્ક આપવામાં આવશે. તો ખાનગી પ્રેક્ટિસ કરતા ડોકટરોને પણ માસ્ક આપવામાં આવ્યા છે.. રાજ્યના ખેડૂતોને રવીજ પુરવઠો પણ નિયમિત મળશે સાથેજ પમ્પિંગ સ્ટેશન, સ્ટ્રીટ લાઈટ પણ ચાલુ રાખવામાં આવશે. અશ્વિની કુમારે કહ્યું કે- વડાપ્રધાન દ્વારા જારી કરાયેલા આદેશનું પાલન કરતી વખતે જાહેર જગ્યાઓમાં વીજળીની વ્યવસ્થા પુર્વવત માત્ર લાઈટ જ બંધ કરાવની અપીલ કરી છે. તો તેઓએ કહ્યું કે અન્ય ઘરવપરાશના સાધનો બંધ કરવાની જરૂર નથી.તો ગ્રીડની સ્ટેબિલીટી માટે પણ સરકારે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. તેઓએ વધુમાં જણાવ્યું કે- રાજ્યમાં આવશ્યક વસ્તુઓ જેવી કે શાકભાજી, ફળ કે દુધની આવકમાં ઘટાડો નહીં થાય. નોંધનીય છે કે રવિવાર હોવાથી 18 માર્કેટ યાર્ડ બંધ હતા જેના કારણે લોકો ચિંત બન્યા હતા પરંતુ અશ્વિની કુમારે કહ્યું કે રવિવાર હોવાથી માર્કેટ બંધ હતા રાજ્યમાં સાત હજાર ક્વિન્ટલ ફળની આવક છે

Leave a Reply

Your email address will not be published.