////

કોરોના વેક્સિનને લઈને આવ્યા સારા સમાચાર…

વિશ્વમાં કોરોનાના કેસ હજુ પણ યથાવત જ છે, તો કોરોનાથી મોતનો આંકડો પણ વધી જ રહ્યો છે. તેમાં પણ યૂરોપમાં કોરોનાની બીજી લહેર શરૂ થઈ ગઈ છે. કોરોના વાયરસના વધતા સંક્રમણની વચ્ચે દુનિયાભરના દેશ પોતાના નાગરિકો માટે વેક્સીન મેળવવા માટેની તૈયારી કરી રહ્યા છે. ત્યારે અમેરિકાના વૈજ્ઞાનિકોએ કોવિડ-19 માટે એવી વેક્સીન બનાવી છે જે અનેકગણી વધારે એન્ટીબોડી પેદા કરે છે.

આ વેક્સીનના લાંબા સમય સુધી અસરદાર થવાની આશાને પણ બળ મળ્યું છે. એક અભ્યાસ પ્રમાણે આ કોરોના વાયરસની રસી મહદ અંશે એક વાયરસની નકલ કરે છે. જેના કારણે વેક્સીનની ઈમ્યુન રિસ્પોન્સ ટ્રિગર કરવાની ક્ષમતા વધી ગઈ છે. એક અભ્યાસના આધારે સ્ટડીના કો-ઓથરે કહ્યું કે, અમને આશા છે કે અમારા નેનો પાર્ટિકલ પ્લેટફોર્મથી આ મહામારી સામે લડવામાં મદદ મળશે. જોકે આ વેક્સીનને લાઈસેન્સસ યુનિવર્સિટી કોઈપણ ચાર્જ વિના આપવા તૈયાર છે.

આ ઉપરાંત ભારતમાં સીરમ ઈન્સ્ટીટ્યુટ, ભારત બાયોટેક અને ઝાયડસ કેડિલા જેવી 3 કંપનીઓ વેક્સીનની રેસમાં સૌથી આગળ ચાલી રહી છે. આ રસીમાં બધું બરાબર રહેશે તો જાન્યુઆરી મહિનામાં ભારતના લોકોને રસી આપવામાં આવશે તેવો દાવો કેન્દ્રીયપ્રધાન મનસુખ માંડવિયાએ કર્યો છે.

કોરોનાની આ રસી ડબલ ડોઝવાળી છે. એટલે જ્યારે તે બજારમાં ઉપલબ્ધ થશે ત્યારે તેના બે ડોઝ મૂકવામાં આવશે. જેમાં કેટલાંક 14 દિવસના અંતરે તો કેટલાંક 21 દિવસ કે 28 દિવસ પછી અપાશે. હાલ તો પૂરી દુનિયાના લોકો વેક્સીન માટે રાહ જોઈ રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published.