////

આશાનું કિરણ ! ઓક્સફર્ડની કોરોના વેક્સિનને લઈને આવ્યા સારા સમાચાર

હાલમાં પૂરી દુનિયા કોરોના સામે લડવા માટે તેમજ વેક્સિન બનાવવા માટે મહેનત કરી રહ્યું છે પરંતુ હજુ સુધી એક પણ દેશને સફળતા મળી નથી. આ દરમિયાન એક કિરણ સામે આવી છે, જેમાં ઓક્સફર્ડ યુનિવર્સિટીએ કહ્યું કે, વેક્સિનના પરિક્ષણ માટે જે લોકોને પણ કોરોના વેક્સિન આપવામાં આવી તેમનામાં મજબૂત રોગપ્રતિકારક શક્તિ નિર્માણ પામી છે. ઓક્સફર્ડે બ્રિટનની દવા કંપની એસ્ટ્રાજેનેકા સાથે મળીને કોરોના વેક્સિન બનાવી છે. જો કે પરિક્ષણના પ્રારંભીક પરિણામો વિશે સત્તાવાર નિવેદન આવવાનું હજું બાકી છે પરંતુ યુનિવર્સિટીના પ્રોફેર એન્ડ્રયુ પોલાર્ડે હાલમાં જ એક રિસર્ચ કોન્ફરન્સમાં વેક્સિનના સકારાત્મક પરિણામો મળ્યાનું જાહેર કર્યું છે.

ઓક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં જણાવાયું છે કે, પ્રોફેસર પોલાર્ડે બીજા તબક્કાની સુરક્ષા અને પ્રતિરક્ષા પ્રણાલીનો ઉલ્લેખ કર્યો હતો. આ તબક્કામાં બ્રિટનના 56થી 60 વર્ષ અને 60 વર્ષથી 70 વર્ષથી વધુની વયના લોકો ઉપર ટ્રાયલ કરવામાં આવ્યું છે. એસ્ટ્રાજેનેકાની વેક્સિનનો લોકો પર ત્રીજા તબક્કાનું ક્લિનીકલ ટ્રાયલ ચાલી રહ્યું છે. વેક્સિનની દોડમાં ઓક્સફર્ડની વેક્સિન સૌથી આગળ ચાલી રહી છે.

બ્રિટીશ દવા કંપની એસ્ટ્રાજેનેકા સાથે મળીને બનાવવામાં આવી રહેલી ઓક્સફર્ડ યુનિવર્સિટીની કોરોના વેક્સિન સફળતાની વધુ નજીક પહોંચી ચૂકી છે. પરિક્ષણના અંતિમ તબક્કામાં ચાલી રહેલા પરિક્ષણમાં આ વેક્સિન યુવાનોની સાથે સાથે વૃદ્ધો ઉપર પણ કારગત સાબિત થઈ રહી છે. વધતી ઉંમર સાથે ઘટતી જતી રોગપ્રતિારક શક્તિને ધ્યાનમાં રાખી વૃદ્ધશે પર ટીકાની આ અસર ઉત્સાહજનક છે.

Leave a Reply

Your email address will not be published.