/////

દુનિયામાં આ બે કોરોના વેક્સિનને લઈને આવ્યા સારા સમાચાર

હાલમાં દેશ અને દુનિયામાં કોરોના વેક્સીનને લઈને ચાલી રહેલા પરીક્ષણને લઈને ખુશખબર આવી રહ્યા છે. હાલમાં ભારત દેશમાં 3 વેક્સીનનું ટ્રાયલ ચાલી રહ્યું છે. જેના આધારે રશિયાની સ્પૂતનિક-5 અને ઓક્સફર્ડની એસ્ટ્રાજેનેકાને લઈને સારું પરિણામ જોવા મળી રહ્યું છે. જેમાં એસ્ટ્રેજેનેકા એ વૃદ્ધોની ઈમ્યુનિટી સિસ્ટમને મજબૂત કરી રહી છે, તો રશિયાની વેક્સીન સ્પૂતનિક -5ને સુરક્ષિત અને પ્રભાવી ગણાઈ રહી છે. સાથે જ 85 ટકા વોલેન્ટિયર્સમાં તેની સાઈડઈફેક્ટ જોવા મળી નથી.

સ્પૂતનિક -5નો ડોઝ વોલેન્ટિયર્સને આપવામાં આવ્યો હતો. જેમાં 85 ટકા વોલેન્ટિયર્સમાં કોઈ ખરાબ પ્રભાવ જોવા મળ્યો નથી. રશિયાની સ્પૂતનિક-5 વેક્સીનને મોસ્કોના ગામાલયા રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટ ઓફ એપિડિમિયોલોજી અને માઈક્રોબાયોલોજીની સાથે મળીને વિકસિત કરી છે. જેની જાહેરાત ફાયનલ ટ્રાયલ પહેલાં ઓગસ્ટ માસમાં કરાઈ હતી.

આ ઉપરાંત સ્પૂતનિક-5ના આધારે સામાન્ય તાપમાનમાં તાવ, માથું દુઃખવું અને સ્નાયુઓમાં દર્દ થવાની તકલીફ સામેલ છે. તો સાઈડ ઈફેક્ટમાં 15 ટકા લોકોનો સમાવેશ થયો છે. જ્યારે 85 ટકામાં કોઈ સાઈડ ઈફેક્ટ જોવા મળી નથી. આ સિવાય વેક્સીન આપ્યા બાદ પણ તેમનામાં કોઈ ફરિયાદ જોવા મળી નથી.

તો બીજી બાજુ ઓક્સફર્ડની યુનિવર્સિટી દ્વારા દેને કોરોના વેક્સીન ટ્રાયલ કર્યું છે, તેમજ તેમણે સારા સંકેત આપ્યા છે. આ વેક્સીનની મદદથી યુવાઓ નહીં પણ વૃદ્ધોની પણ ઈમ્યુનિટી સિસ્ટમ જોડાઈ છે અને મજબૂત બની રહી છે જે કોરોનાની સારવારમાં સફળ રહી છે. કંપનીએ એક નિવેદનમાં કહ્યું છે કે, આ સારું પરિણામ છે અને યુવા અને વૃદ્ધ બંનેમાં ઈમ્યુનિટીને લઈને સરખો રિસ્પોન્સ મળી રહ્યો છે. જોકે જે વૃદ્ધોની પ્રતિક્રિયા પહેલાંથી ઓછી હતી તેમની પર ખતરો વધે છે પણ ટ્રાયલ સફળ રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published.