////

રાજ્યમાં કોરોના વેક્સિનને લઈને સરકારની તડામાર તૈયારીઓ શરૂ

રાજ્યમાં કોરોના મહામારીનો કહેર યથાવત છે. ત્યારે કોરોના સામે લડવા માટેની વેક્સિન રાહ તમામ લોકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. ત્યારે દેશની કેટલીક કંપનીઓની કોરોના રસી ત્રીજા તબક્કામાં છે અને આશા છે કે ટૂંક સમયમાં આ વેક્સિન ઉપલબ્ધ થઈ જશે. ત્યારે રાજ્ય સરકારે તડામાર તૈયારી શરૂ કરી દીધી છે. અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં કોરોના વેક્સિનની ટ્રાયલ ચાલી રહી છે. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા રાજ્યભરમાં એક હજારથી વધુ સી કેન્દ્ર ઉભા કરવાની તૈયારી શરૂ કરાઇ છે. આ ઉપરાંત 43 સ્થળોએ વેક્સિન રાખવાની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે.

ભારત બાયો ટેક કંપની દ્વારા બનેલી કોરોના વેક્સિનની ટ્રાયલ અંગે નાયબ મુખ્યપ્રધાન નિતિન પટેલે જણાવ્યું કે, અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલને કોરોના વેક્સિનની ટ્રાયલ માટે પસંદગી કરવામાં આવી છે. પ્રથમ ટ્રાયલ અર્થે સોલા સિવિલ હોસ્પિટલમાં 500 વેક્સિનના ડોઝ મોકલવામાં આવ્યા હતા. સ્વંયભુ વેક્સિન ટ્રાયલ લેવા ઇચ્છતા સંપૂર્પણે સ્વસ્થય વ્યક્તિઓ, યુવાનોને આ વેક્સિન ટ્રાયલની પ્રથમિક પ્રસંદગી કરવામાં આવી હતી. જેમાંથી 450 જેટલા વ્યક્તિઓને વેક્સિન ટ્રાયલનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. આ 450 વ્યક્તિઓમાંથી એક પણ વ્યક્તિને વેક્સિન ટ્રાયલની આડઅસર થવાનો કેસ નોંધાયો નથી.

નીતિન પટેલે જણાવ્યું કે, કોરોનાકાળમાં સોલા સિવિલ હોસ્પિટલ દ્વારા શ્રેષ્ઠ કામગીરી કરવામાં આવી રહી છે. કોરોનાકાળમાં સંવેદનશીલ રાજ્ય સરકાર આરોગ્યને લગતી તમામ પ્રકારની કામગીરી સુચારૂ પણે સંચાલન કરે છે. રાજ્યની કોઇ પણ સરકારી હોસ્પિટલને આરોગ્ય સેવાઓને લગતી જરૂરિયાત ત્વરિત સંતોષવામાં આવી છે. સરકારી હોસ્પિટલમાં વેન્ટીલર, ઓક્સિજન ટેક સહિતના કોઇપણ પ્રકારની ઉપકરણની જરૂરિયાત ઉભી થઇ હોય તેને જલ્દીથી જલ્દી આરોગ્ય વિભાગ તરફથી દર્દીઓની સારવાર અર્થે ઉપલ્બધ કરાવવામાં આવી છે. સોલા સિવિલ હોસ્પિટલમાં આ તમામ સુવિધાઓના કારણે જ અને આરોગ્ય વિભાગના સંકલનથી મોટા પ્રમાણમાં કોરોના ગ્રસ્ત દર્દીઓ શ્રેષ્ઠ સારવાર મેળવીને સ્વગૃહે પરત ફર્યા છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, સોલા સિવિલ હોસ્પિટલમા કોરોનાકાળમાં આજ દિન સુધી 14,223 દર્દીઓ સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ થયા છે. જેમાંથી 13 હજારથી પણ વધુ દર્દીઓ સંપૂર્ણ પણે સ્વસ્થ થઇને પોતાના ઘરે પરત ફર્યા છે. આ 14,223દર્દીઓમાંથી 12,722 દર્દીઓના કોરોના ટેસ્ટિંગ માટે સેમ્પલ લઇને આર.ટી.પી.સી.આર. ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 6,640 દર્દીઓ પોઝિટિવ આવ્યા હતા. પોઝિટિવ આવેલા દર્દીઓમાંથી મોટા ભાગના દર્દીઓ સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર મેળવી સંપૂર્ણપણે રિકવર થઇ પોતાના ઘરે પરત ફર્યા છે. સોલા સિવિલ હોસ્પિટલમાં કોરોનાકાળ દરમિયાન વેન્ટીલેટરથી લઇને તમામ પ્રકારના અત્યાધુનિક ઉપકરણો, તેમજ અન્ય પ્રકારની સ્વાસ્થ્ય સારવારને લગતી તમામ જરૂરિયાત સંતોષવામાં આવી છે. ૉ

Leave a Reply

Your email address will not be published.