///

આ રાજ્યમાં આંતરધર્મીય લગ્ન કરવા પર સરકાર આપી રહી છે 50 હજાર રૂપિયા

લવ જેહાદ વિરૂદ્ધ ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ તેમજ હરિયાણા જેવા રાજ્યોમાં વિરુદ્ધ સખ્ત કાયદો લાવવાની તૈયારી કરી રહ્યાં છે. એવામાં મધ્ય પ્રદેશની શિવરાજ સરકારે તો આગામી વિધાનસભા સત્રમાં આ મામલે કાયદો લાવવાની તૈયારી પણ કરી લીધી છે. તો બીજી તરફ ઉત્તરાખંડમાં ભાજપની સરકાર અન્ય ધર્મ અને જાતિમાં લગ્ન કરનાર યુગલોને પ્રોત્સાહન પેકેજ તરીકે 50 હજાર રૂપિયા આપી રહી છે.

આ અંગે રાજ્યના સમાજ કલ્યાણ વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે, આ પ્રોત્સાહનની રકમ કાયદેસર રીતે નોંધાયેલ આંતરધર્મીય લગ્ન કરનાર તમામ દંપત્તિઓને આપવામાં આવે છે. આ પ્રકારના લગ્ન કોઈ માન્યતા પ્રાપ્ત મંદિર, મસ્જિદ કે ચર્ચમાં સંપન્ન થયેલા હોવા જોઈએ.

આ ઉપરાંત આંતરધર્મીય લગ્ન કરવા પર આ પ્રોત્સાહન પેકેજ પ્રાપ્ત કરનારા દંપત્તિમાંથી પતિ કે પત્નીમાંથી કોઈ એક ભારતીય બંધારણની કલમ-341 હેઠળ અનુસૂચિત જાતિના હોવા એ આવશ્યક છે. આ અંગે ટિહરી જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી દિપાંકરે જણાવ્યું કે, રાષ્ટ્રીય એકતાની ભાવના જાગૃત રહે તે માટે અને સમાજમાં એકતા જાળવી રાખવા માટે આંતરધર્મીય અને વિધર્મી લગ્ન ખૂબ જ મદદગાર સાબિત થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published.