/

શાળાઓ શરૂ કરવા બાબતે સરકારે નોટિફિકેશન જાહેર કર્યું, વાલીની સહમતી ફરજિયાત

દિવાળીના તહેવાર પહેલા 11 નવેમ્બરનાા રોજ મળેલી કેબિનેટ બેઠકમાં દિવાળીના વેકેશન બાદ રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યારે ગઇકાલે બુધવારે રાજ્ય સરકાર દ્વારા શાળાઓ ખોલવા બાબતને લઇ એક નોટિફિકેશન જાહેર કર્યુ છે. જેને લઇને એવુ લાગે છે કે સરકારે શાળાઓ શરૂ કરવાનું મન બનાવી લીધું છે.

રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ શાળાઓ શરૂ કરવાની જાહેરાત બાદ રાજ્યમાં વાલીઓ દ્વારા સરકારના નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાંથી કેટલાક વાલીઓ એવું પણ કહેતા હતા કે અમે બાળકોને કોરોના કાળમાં શાળાએ મોકલીશું નહીં, પરંતુ વિરોધના વંટોળ વચ્ચે પણ બુધવારના રોજ રાજ્ય સરકારે શાળાઓ શરૂ કરવાનું નોટિફિકેશન બહાર પાડ્યુ હતું.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં શાળા ખોલવા અંગેના નિર્ણયમાં વાલીઓ વિરોધ કરી રહ્યા છે, ત્યારે રાજ્ય સરકારે શાળાઓ શરૂ કરવા માટેનું સત્તાવાર નોટીફીકેશન પણ બહાર પાડ્યું છે. ત્યારે શાળા શરૂ થશે તે દરમિયાન કેટલા વિદ્યાર્થીઓ શાળાએ આવશે તે જોવું રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published.