////

કોરોનાને લઇ હાઇકોર્ટમાં થયેલી સુઓમોટો અરજી મામલે સરકારે જવાબ રજૂ કર્યો

કોરોનાને લઇ હાઇકોર્ટમાં થયેલી સુઓમોટો અરજી મામલે આજે ગૂરૂવારે હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં નિયમોના પાલન મુદ્દે સરકારે રિપોર્ટ રજૂ કર્યો હતો. જેમાં મોટો ખુલાસો થયો હતો.

કોરોનાને લઇ હાઇકોર્ટમાં થયેલી સુઓમોટો અરજી મામલે આજે હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં નિયમોના પાલન મુદ્દે સરકારે રિપોર્ટ રજૂ કર્યો હતો. જેમાં કોરોના મામલે થયેલી અરજીમાં સરકાર તરફથી જવાબ રજૂ કરતા આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ સોગંદનામું રજૂ કર્યું હતું. જયંતિ રવિના સોગંદનામામાં મોટો ખુલાસો કર્યો હતો.

જયંતિ રવિએ જણાવ્યું હતું કે, કોરોના વાયરસને લગતી માહિતી સીમીત છે. એક વર્ષ જૂનો વાયરસ હોવાથી સીમીત માહિતી છે. હાલ તો સાવચેતીમાં જ સલામતીના સૂત્રને અપનાવીને કામ કરવું પડશે. જેમાં નિયમો અંગે લોકજાગૃતિ માટે કાર્યક્રમોનું આયોજન કરાયું છે.

તકેદારી ન રાખતા લોકોને આકરો દંડ કરાયો છે. માસ્ક નહી પહેરનાર લોકો પાસેથી 116 કરોડનો દંડ વસૂલાયો છે. 23,64,420 લોકો પાસેથી દંડ વસૂલવામાં આવ્યો છે. સરકારી મેડીકલ કોલેજમાં ભણેલા ડોક્ટરને સેવાના હુકમ કરાયા અને 900 MBBS ડોક્ટરને ગ્રામીણ વિસ્તારમાં સેવા કરવા હુકમ કરવામાં આવ્યો છે. MBBSના ત્રીજા અને ચોથા વર્ષમાં ભણતા વિદ્યાર્થીઓને પણ કામગીરી સોંપાઇ છે.

સરકારે 6597 વિદ્યાર્થીઓને સર્વેલન્સ અને ટેસ્ટિંગની કામગીરી સોંપી છે. રાજ્યમાં હાલ 11,397 એક્ટિવ કોવિડ હોસ્પિટલ છે. અત્યાર સુધીમાં 2,37,247 કુલ પોઝિટિવ કેસ નોંધાયા છે અને 64 દર્દીઓ હાલની સ્થિતિ પ્રમાણે વેન્ટિલેટર પર છે. જ્યારે 2,21,602 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. કોરોના મહામારીથી અત્યાર સુધી 4248 લોકોના મોત નિપજ્યાં છે. રિકવરી રેટ 90 ટકાથી ઉપર નોંધાયો છે. ધન્વંતરી રથથી રોજના 10 હજાર લોકોનું ચેકિંગ કરવામાં આવ્યું છે. આ વચ્ચે અમદાવાદમાં 18 લાખ લોકોએ ધન્વંતરી રથનો લાભ લીધો છે.

Leave a Reply

Your email address will not be published.