///

Farmers Protest : સરકારે ખેડૂતોને મોકલ્યો પ્રસ્તાવ, આવતીકાલે થઇ શકે છે છઠ્ઠા રાઉન્ડની બેઠક

કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતોના પ્રદર્શનનો આજે 14મો દિવસ છે. આ બધા વચ્ચે સરકારે ખેડૂતોને એક પ્રસ્તાવ મોકલ્યો છે. જેમાં કહેવાયું છે કે કાયદામાં કયા કયા ફેરફાર થઈ શકે તેમ છે. ખેડૂતોએ સરકારના છઠ્ઠા રાઉન્ડની બેઠક પહેલા લેખિતમાં આ પ્રસ્તાવની માંગણી કરી હતી. આંદોલન ખતમ કરવા માટે સરકાર અને ખેડૂતો વચ્ચે અત્યાર સુધીમાં પાંચ રાઉન્ડની વાતચીત થઈ ચૂકી છે. પરંતુ હજુ સુધી કોઈ પરિણામ આવ્યું નથી.

સરકાર તરફથી આંદોલન કરી રહેલા ખેડૂતોને લેખિતમાં પ્રસ્તાવ મોકલવામાં આવ્યો છે. જેમાં મુખ્ય રીતે MSPનો ઉલ્લેખ કરાયો છે. આ ઉપરાંત સરકાર તરફથી પ્રસ્તાવમાં કોન્ટ્રાક્ટ ફાર્મિંગ, મંડી સિસ્ટમમાં ખેડૂતોને સગવડ આપવા અને પ્રાઈવેટ પ્લેયર્સ પર ટેક્સ લગાવવાની વાત કરવામાં આવી છે. આ સાથે જ સરકારે ખેડૂતોને છઠ્ઠા રાઉન્ડની વાતચીત માટે આમંત્રણ પાઠવ્યું છે. ખેડૂતો અને સરકાર વચ્ચે છઠ્ઠા રાઉન્ડની વાતચીત આવતી કાલે સવારે 11 કલાકે વિજ્ઞાન ભવનમાં થઈ શકે છે.

સરકાર તરફથી પ્રસ્તાવ મળ્યા બાદ હવે ખેડૂત નેતાઓની સિંઘુ બોર્ડર પર બેઠક થશે અને ત્યારબાદ આગામી રણનીતિની જાહેરાત કરાશે. આ સાથે જ 40 ખેડૂત સંગઠનોની બેઠક બાદ ખેડૂતો એ વાતનો નિર્ણય કરશે કે સરકાર સાથે આગળ વાતચીત થાય કે નહીં.

કૃષિ કાયદા વિરુદ્ધ પ્રદર્શન વચ્ચે મંગળવારે મોડી સાંજે મોટો વળાંક જોવા મળ્યો હતો. અચાનક કેન્દ્રીય પ્રધાન અમિત શાહની સાથે 13 ખેડૂત નેતાઓની બેઠક થઇ હતી. ખેડૂત નેતાઓમાંથી 8 પંજાબથી હતાં જ્યારે 5 દેશભરના અન્ય ખેડૂત સંગઠનો સાથે જોડાયેલા હતાં. બેઠક રાતે આઠ કલાકે શરૂ થઈ હતી. પરંતુ વાતચીતનું કોઈ પરિણામ આવી શક્યું નહીં.

Leave a Reply

Your email address will not be published.