////

ડિસેમ્બરમાં શાળાઓ શરૂ કરવાની શક્યતા સરકાર ચકાસશે: શિક્ષણપ્રધાન ચૂડાસમા

રાજ્યમાં શાળાઓ ખુલવાની વાત ડિસેમ્બર મહિનાથી કરવાની દિશામાં શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે, ડિસેમ્બરમાં શળાઓ શરૂ કરવાનું નિવેદન આપ્યું નથી. પરંતુ શાળાઓ શરૂ કરવા માટેની શક્યતાઓ ચકાસી રહ્યા હોવાની સ્પષ્ટતા કરવામાં આવી રહી છે.

રાજ્યમાં કોરાનાની સ્થિતિ વચ્ચે બંધ પડેલી શાળાઓ શરૂ કરવા માટે સરકારે તેની શક્યતાઓ ચકાસવાની શરૂઆત કરી દીધી છે. ત્યારે ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ સંકેતો આપ્યા હતા કે, દિવાળીના વેકેશન બાદ શાળાઓ શરૂ કરવી કે નહીં તે દિશામાં શિક્ષણ વિભાગ, આરોગ્ય વિભાગ અને સંલગ્ન વિભાગો સાથે ચર્ચા વિમર્શ બાદ જ યોગ્ય નિર્ણય કરવામા આવશે.

જોકે થોડાક દિવસ અગાઉ ગાંધીનગરમાં શિક્ષણ પ્રધાનએ સ્પષ્ટ જણાવ્યું હતું કે, શાળાઓ શરૂ કરતાં પહેલા તમામ પાસાઓ અને તેના અભિપ્રાય મેળવીને રાજ્યના મંત્રી મંડળ ની કેબિનેટમાં પણ ચર્ચા વિમર્શ કરવામાં આવશે અને મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે ચર્ચા કરી આખરી નિર્ણય લેવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published.