///

સરકારે ખેડૂતોને લખ્યો પત્ર, કહ્યું-આગામી વાતચીતની તારીખ અને સમય તમે નક્કી કરો

નવા કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે. ત્યારે આ વચ્ચે કેન્દ્ર સરકારે એકવાર ફરીથી ખેડૂતોને પત્ર લખીને વાતચીતની રજૂઆત કરી છે. સરકારે ખેડૂતોને પત્ર લખીને સંકેત આપ્યો છે કે, વાતચીતનો દરવાજો ખુલ્લો છે. કૃષિ મંત્રાલય તરફથી લખવામાં આવેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે, સરકાર ખેડૂતોની દરેક માંગ પર ચર્ચા કરવા તૈયાર છે. તે ચર્ચા કરવા માટે તૈયાર છે.

સરકારે આંદોલનકારી ખેડૂતોને લખેલા પત્રમાં ખેડૂતોને વાતચીતના આગામી રાઉન્ડ માટે તારીખ અને સમય નક્કી કરવાનું કહ્યું છે. સાથે જ કહ્યું છે કે, સરકાર તમારા દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાના વ્યાજબી સમાધાન સુધી પહોંચવા માટે પ્રતિબદ્ધ છે.

દિલ્હીમાં સતત 29માં દિવસે પણ ખેડૂતોનું આંદોલન યથાવત છે. ત્યારે આ નવા કૃષિ કાયદા પર સરકાર અને ખેડૂત સંગઠનો વચ્ચે વિરોધ જારી છે. આ બંન્ને પક્ષ તરફથી કહેવામાં આવી રહ્યું છે કે, ખેડૂતોની સમસ્યાઓનો હલ કરવાની દિશામાં તે વાતચીત માટે તૈયાર છે. પરંતુ આગામી તબક્કાની વાતચીત કઈ રીતે અને ક્યા મુદ્દા પર થશે તે હજુ સ્પષ્ટ થઈ શક્યું નથી. ખેડૂત સંગઠનોનું કહેવું છે કે, જો સરકાર કોઈ મજબૂત પ્રસ્તાવ આપે છે તો વાર્તા થઈ શકે છે.

તો બીજી બાજુ સરકારનું કહેવું છે કે, ખેડૂત સંગઠન કાયદામાં સંસોધનના જે પ્રસ્તાવ લઈને આવશે તેના પર વિચાર કરવામાં આવશે. પરંતુ પ્રદર્શનકારી ખેડૂત ત્રણેય કાયદાને પરત લેવાની માંગ કરી રહ્યાં છે જ્યારે સરકાર તેની માંગ માનવા માટે તૈયાર નથી.

Leave a Reply

Your email address will not be published.