///

સરકારની નવી બેગ પોલિસીથી સ્કૂલે જતા બાળકોના દફ્તરનો ભાર થશે હળવો

રાજ્ય સરકાર દ્વારા અવારનવાર વિદ્યાર્થીઓના દફતરના ભારેખમ વજનને લઈને સર્જાતા વિવાદનો આખરે અંત લાવવામાં આવ્યો છે. જેમાં સરકાર દ્વારા નવી બેગ પૉલિસી જાહેર કરવામાં આવી છે.

આ નવી સ્કૂલ બેગ પોલિસી અંતર્ગત સ્કૂલના બાળકોના દફતરનું વજન તેમના વજનના 10 ટકાથી વધારે નહીં હોય. જે પ્રમાણે પ્રથમ ધોરણમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓના દફતરનું વજન સરેરાશ 1.6 થી 2.2 કિલો નક્કી કરવામાં આવ્યું છે. જ્યારે 12માં ધોરણમાં ભણતા વિદ્યાર્થીની બેગનું વજન સરેરાશ 3.5 થી 5 કિલોગ્રામની વચ્ચે રહેશે. જ્યારે પ્રી-પ્રાઈમરીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે કોઈ બેગ જ નહીં હોય.

આ અંગે કેન્દ્રીય શિક્ષા મંત્રાલય તરફથી તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં નવા શૈક્ષણિક સત્રથી આ નવી બેગ પૉલિસી પર સખ્તીથી અમલ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. બાળકોના દફતરનું વજન ચેક કરવા માટે સ્કૂલમાં વજન કાંટો પણ રાખવામાં આવશે.

તો બીજી બીજુ પ્રકાશકોએ પણ પુસ્તકો પાછળ તેનું વજન પણ છાપવાનું રહેશે. પ્રથમ ધોરણના વિદ્યાર્થીઓ માટે કુલ ત્રણ પુસ્તકો હશે, જેનું કુલ વજન 1.078 ગ્રામ હશે. જ્યારે 12માં ધોરણમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે કુલ 6 પુસ્તકો હશે. જેનું કુલ વજન 4182 ગ્રામ નક્કી કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓના દફતરનું વજન નક્કી કરવા માટે શિક્ષા મંત્રાલય દ્વારા એક હાઈલેવલ કમિટી બનાવવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published.