///

ગ્યાસપુર ગામે યોજાયો ઠાકોર સમાજનો ભવ્ય સમૂહ લગ્નોત્સવ

અમદાવાદ નજીકના ગ્યાસપુર ગામે ગુજરાત ઠાકોર (ક્ષત્રિય) મંડળ દ્રારા ભવ્ય 50માં સમૂહ લગ્નોત્સવનુ આયોજન કરવામા આવ્યુ હતુ, જેમા ૫૧ નવયુગલોએ પ્રભુતામા પગલા પડ્યા હતા.

આયોજક સમિતિ દ્રારા ખૂબ જ સુંદર આયોજન કરવામા આવ્યુ હતુ, જેમા વર વધુનુ ભવ્ય સામૈયૂ અને ત્યારબાદ લગ્નવિધી યોજાયી હતી ત્યારબાદ સત્કાર સમારંભ પછી સુંદર કરિયાવર ભેટ આપીને કન્યાઓનો વિદાય સમારંભ યોજાયો હતો, જેમા હજારો લોકો જોડાયા હતા.

કાર્યક્રમ મુખ્ય યજમાન પદે ગ્યાસપુરના પૂર્વ સરપંચ બળદેવજી ઠાકોર રહ્યા હતા બળદેવજી ઠાકોર સમાજમાં મોટું નામ ધરાવે છે કોઈ પણ પ્રકારની લોભ લાલચ વગર બળદેવજીએ મુખ્ય યજમાન પદ સ્વીકાર્યું હતું.

બળદેવજી ઠાકોરના રાજકીય પક્ષના નેતાઓ સાથે ગાઢ સબંધો હોવાના કારણે ભાજપ-કોંગ્રેસમાં દિગ્ગ્જ નેતાઓ પણ આ સમૂહલગ્નમાં ઉપસ્થિત રહ્યા હતા. આ સમૂહ લગ્નમાં ભાજપ કોંગ્રેસના નેતાઓ અને અભિનેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published.