
ગુજરાત સરકાર રોજગારીની સુફિયાણી વાતો કરે છે. તેમજ શિક્ષિત યુવાનોને રોજગારી મળી હોવાનાં પાકળ દાવાઓ કરે છે. પરંતુ આંકડાકીય માહિતી પરથી કેટલા યુવાનોને રોજગારી મળી છે.? તેમજ કેટલા યુવાનો બેરોજગાર છે? તેની માહિતી બહાર આવતા સરકાર ઉધાડી પડી ગઇ છે. જેને લઇને કોંગ્રેસનાં લાઠી બાવળાનાં ધારાસભ્ય વિરજી ઠુમ્મરએ નિવેદન આપ્યુ છે. તેમજ સરકાર પર આકરા આક્ષેપો કરીને સરકારની ઉધડી લીધી છે.
વિરજી ઠુમ્મરએ નિવેદન આપતા જણાવ્યુ હતુ કે, સરકાર છેલ્લા બે વર્ષમાં માત્ર ૨૨૩૦ યુવાનોને જ સરકારી નોકરી આપી શકી છે. રોજગારી આપવાના નામે સરકાર યુવાનો સાથે મશ્કરી કરી છે. ગ્રેજયુએટ થયેલ યુવાનો નોકરી માટે વલખા મારી રહ્યા છે. નોકરી માંગનારને સરકાર પકોળા તળવાનું કહે છે. સરકાર માત્રને માત્ર ખાનગીકરણમાં જ માને છે. તેમજ કેન્દ્વ સરકારની GSTની ૫૨ ટકા આવક ઘટી છે.