/

રાજસ્થાનમાં ગુર્જર આંદોલન સમેટાયું, ગેહલોત સરકારે માગો સ્વીકારી

રાજસ્થાનમાં ચાલી રહેલુ ગુર્જર આંદોલન સમેટાઇ થઇ ગયુ છે. મુખ્યપ્રધાન અશોક ગેહલોત અને કર્નલ કિરોડી સિંહ બેન્સલા વચ્ચે અનામત આંદોલનની માગને લઇને સંમતિ થઇ ગઇ છે. અશોક ગેહલોત અને કર્નલ કિરોડી સિંહ બેન્સલા વચ્ચે બુધવારે થયેલી ચર્ચામાં સંમતી થઇ છે. બેઠક જયપુર સ્થિત મુખ્યપ્રધાન નિવાસ સ્થાને થઇ હતી.

સબ કમેટી અને ગુર્જર સંઘર્ષ સમિતિ વચ્ચે વાર્તામાં સંમતિ થઇ છે. જેમાં કુલ આઠ વાતો પર સંમતિ થઇ છે. બુધવારે ગુર્જર સમાજનું એક પ્રતિનિધિમંડળ જયપુર ખાતે પહોંચ્યું હતું. રાજ્ય સરકારે સંમતી પત્ર પણ તૈયાર કર્યું હતું. જેમાં પાંચ માગો પર ગુર્જર સમાજે સંમતી માગી હતી. જેમાંથી એક માર્યા ગયેલા 3 આંદોલનકારીના પરિવારજનોને સરકારી નોકરી મળશે. આંદોલનકારીઓ પર થયેલા કેસ સરકાર પરત ખેંચે, નવી અનુસૂચીમાં સામેલ કરવા માટે ગેહલોત સરકાર કેન્દ્રને પત્ર લખે.

આ ઉપરાંત દેવનારાયણ યોજનાને અમલમાં મૂકવા સંમતિ સંધાઇ હતી. એમબીસી કેટેગરીના 1252 ઉમેદવારોને નિયમિત વેતન શ્રેણીની સમાન તમામ લાભો આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે રાજસ્થાનમાં ગુર્જર સમુદાયનું આંદોલન છેલ્લા ઘણા દિવસોથી સતત ચાલી રહ્યું હતું.

આ પહેલા પણ અગાઉ ગુર્જર નેતાઓ રેલ્વેના પાટા ઉપર ઉતરી ગયા હતાં. તેમણે સરકારને ચેતવણી આપી હતી. જેમાં રાજસ્થાનમાં રેલ્વેથી લઇ રસ્તા સુધી દરેક જગ્યાએ પ્રદર્શન કરવાની ચેતવણી આપી હતી.

કર્નલ બેન્સલાએ જણાવ્યું હતું કે સરકાર અમને આંદોલન કરવા મજબૂર કરી રહી છે. અમારી 6 માગ છે, જો સરકાર તેના પર સંમત થાય છે તો અમે આંદોલન નહીં કરીએ. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે સરકારની દ્વિનીતિને કારણે લગભગ 35 હજાર ગુર્જરને નોકરી નથી મળી રહી.

Leave a Reply

Your email address will not be published.