/////

કોરોનાના વધતા જતા કેસના પગલે કુંભમેળો સમય પહેલા જ સંપન્ન થઈ શકે છે, આજે લેવાશે મોટો નિર્ણય

દેશમાં કોરોનાના સંક્રમણમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. એવામાં હવે મહારાષ્ટ્ર બાજ ઉત્તરાખંડમાં પણ કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે, જેને પગલે છેવટે હરિદ્વારના કુંભમેળાને સમય પહેલાં જ સંપન્ન કરવાની વિચારણા સરકાર દ્વારા થઇ રહી છે. સીએમ તીરથ સિંહ રાવત આજે સાંજે મિટિંગ બાદ આ અંગેની જાહેરાત કરી શકે છે. સરકાર દ્વારા પહેલાંથી જ કુંભ મેળાનો સમય ગાળો ઘટાડી એક થી 30 એપ્રિલ સુધીનો કરાયો હતો. પરંતુ હાલમાં કોરોના સંક્રમણ વધવાને કારણે અધ્ધવચ્ચે મેળો સંપન્ન કરાઇ શકે છે.

આ અગાઉ ગઇ કાલે જ સીએમ તીરથ સિંહે કુંભ મેળો બંધ નહીં કરવાની વાત કરી હતી. જ્યારે બે દિવસ પહેલાં દાવો કર્યો હતો કે, કુંભમેળાની તબલિગી મરકજ સાથે સરખામણી ન કરી શકાય. કારણ કે કુંભમેળાથી કોરોના ફેલાશે નહીં. પરંતુ ઉત્તરાખંડ સહિત યુપી છત્તીસગઢ સહિતના આસપાસના રાજ્યોમાં પણ કોરોનાએ કેર વર્તાવતા હવે સરકાર વિચારણા કરી રહી છે.

જોકે આ અગાઉ સરકાર નિરંજની અખાડાએ 17 એપ્રિલે કુંભમેળો સંપન્ન કરાવાનો નિર્ણય લઇ લીધો. જ્યારે સીએમ તીરથ સિંહ શુક્રવારે સાંજે કોરોનાની અત્યાર સુધીની સ્થિતિ પર સમીક્ષા કરશે. આ અંગે રાજ્યના મુખ્ય સચિવ ઓમપ્રકાશે જણાવ્યું છે કે, સાંજની બેઠકમાં વર્તમાન સ્થતિ અંગે મંથન કરી આગળની રણનીતિ નક્કી કરાશે. જેના માટે સીએમે સરકારના તમામ વહીવટી વિભાગોની બેઠક બોલાવી છે.

હાલમાં કોરોના સંક્રમણની બીજી લહેર ઝડપથી પ્રસરી રહી છે, જેને લઈને સરકાર ગંભીર થઇ છે. ખાસ કરીને દહેરાદૂનમાં વધેલા કેસો ચિંતાનો વિષય છે. હવે દિલ્હી, યુપી સહિતના રાજ્યોમાં સરકારો દ્વારા લેવાઇ રહેલાં પગલાંને ધ્યાનમાં રાખી રિપોર્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે. જેના પર મિટિંગમા સમીક્ષા કરાશે.

મહત્વનું છે કે, કુંભમેળા દરમિયાન કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. 30 સાધુનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર સફાળુ જાગ્યું છે. હરિદ્વારના મુખ્ય મેડિકલ અધિકારી ડો. એસકે ઝાએ જણાવ્યું કે સાધુઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ આરોગ્ય વિભાગની ટીમો અખાડામાં જણ સાધુઓનો ટેસ્ટ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published.