////

ભારતમાં વેક્સિનને લઇને તમામ તૈયારીઓ પૂર્ણ : આરોગ્ય મંત્રાલય

કોરોના સંકટને પહોંચી વળવા માટે રાત-દિવસ કવાયત કરવામાં આવી રહી છે, ઉલ્લેખનીય છે કે, દેશમાં હવે એક્ટિવ કેસની સંખ્યા 4 લાખથી ઓછી છે. એટલે કે તે સંખ્યા કુલ સંક્રમિતો સામે 4%થી ઓછી છે. તો પોઝિટિવિટી રેટમાં પણ ઘટાડો થયો છે. ત્યારે કેન્દ્રિય આરોગ્ય મંત્રાલયે એક નિવેદન આપ્યું હતું.

આરોગ્ય વિભાગના સેક્રેટરી રાજેશ ભૂષણે મંગળવારે જણાવ્યું હતું કે, ભારતમાં હજુ પોઝિટિવિટી રેટ 6.5% છે. જો અઠવાડિયાની રીતે જોવામાં આવે તો, તેની સરેરાશ ટકાવારી 3.2% છે.

રાજેશ ભૂષણે વધુમાં જણાવ્યું હતું કે કોરોનાથી સરેરાશ મૃત્યુ દર 1.45% છે. ભારતમાં 10 લાખ લોકો પર 102 મૃત્યુ થયા છે. દેશના પાંચ રાજ્યોમાં કુલ કેસના 54 ટકા કેસ છે. મહારાષ્ટ્ર, કેરળ, કર્ણાટક, પશ્ચિમ બંગાળ અને દિલ્હીમાં કુલ સક્રિય કેસમાંથી 54% કેસ છે. પરંતુ સારી વાત એ છે કે વિશ્વભરમાં કેસ વધી રહ્યા છે, જ્યારે ભારતમાં સપ્ટેમ્બરના મધ્યભાગથી નવા કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના સેક્રેટરી રાજેશ ભૂષણે વધુમાં જણાવતા કહ્યું કે, ‘એકવાર આપણા વૈજ્ઞાનિકો પાસેથી લીલી ઝંડી મળી જાય પછી, અમે વેક્સીનનું ઉત્પાદન મોટા પાયે શરૂ કરીશું. અમે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. વેક્સીનના ઉત્પાદનમાં વધારો કરવા માટે એક માળખું તૈયાર કરવામાં આવ્યું છે અને તો ઓછામાં ઓછા સમયમાં દરેક વ્યક્તિને આપવામાં આવશે.

પ્રેસ કોન્ફરન્સમાં રાજેશ ભૂષણે કહ્યું કે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા અને ભારત બાયોટેકે કટોકટી ઉપયોગની મંજૂરી માટે અરજી કરી છે. વડા પ્રધાને તમામ વેક્સીન ઉત્પાદકો અને વૈજ્ઞાનિકો સાથે વાતચીત કરી છે. ભારતમાં 6 વેક્સીનના ટ્રાયલ ચાલી રહ્યા છે. કેટલીક વેક્સીન ઉમેદવારોને આગામી થોડા અઠવાડિયામાં લાઇસન્સ મળી શકે છે.

આરોગ્ય સેક્રેટરી જણાવ્યું કે આ વર્ષે ઓગસ્ટમાં કોવિડ -19 સંદર્ભે નેશનલ એક્સપર્ટ ગ્રુપની રચના કરવામાં આવી હતી. આ જે જૂથોને રસી આપવાની છે, પ્રાપ્તિ અને ઇન્વેન્ટરી મેનેજમેન્ટ, રસીની પસંદગી, વિતરણ અને ટ્રેકિંગ મિકેનિઝમ વગેરેને માર્ગદર્શન આપશે. રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારની મદદથી વેક્સીન અંગે પ્રાથમિક તૈયારીઓ કરવામાં આવી રહી છે. રસીકરણ એ ફક્ત એક જ રાજ્ય કે કેન્દ્રની જવાબદારી હોઈ શકતી નથી, તેમાં લોકોની ભાગીદારી હોવી જોઇએ.

Leave a Reply

Your email address will not be published.