/

નિકિતા મર્ડર કેસની સુનાવણીને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં મંજૂરી મળી

નિકિતા હત્યાકાંડ બાદથી જ દોષિતોને કડક સજા મળવાની માગને લઇ તમામ સામાજિક સંગઠન પ્રદર્શન કરી રહ્યા છે. સરકાર અને પોલીસે પણ આ સમગ્ર મામલાની ગંભીરતાને ધ્યાને રાખી આ પગલામાં કોઇ કચાસ રાખી નથી. હવે આ મામલાની સુનાવણી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કરવા માટે મંજૂરી મળી છે.

હરિયાણા સરકાર પહેલા જ આ મામલે સુનાવણી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કરવાની વાત કરી રહી હતી, જેને હવે મંજૂરી પણ આપવામાં આવી છે. હવે દરરોજ કોર્ટમાં આ હત્યાકાંડની સુનાવણી થશે. જેનાથી આ મામલે જલ્દી જ નિર્ણય આવવાની આશા છે.

ગત્ત શુક્રવારે પોલીસે કોર્ટમાં 600 પેજની ચાર્જશીટ દાખલ કરી હતી, જેમાં 60 સાક્ષી છે, તો પોલીસે સીસીટીવી ફુટેજમાંથી મેળવેલા તમામ પુરાવા કોર્ટમાં રજૂ કર્યા છે. આ મામલે તૌસીફ મુખ્ય આરોપી છે, જ્યારે રેહાન અને અજરૂ બાકી આરોપી છે. એસઆઇટીએ 25 જેવા મજબુત પુરાવા એકઠા કર્યા છે, જે આરોપીઓને સજા અપાવી શકે તેમ છે.

ઉલ્લેખનિય છે કે, 26 ઓક્ટોબરના રોજ વિદ્યાર્થી નિકિતા તોમર જ્યારે પેપર આપીને પોતાના ઘરે જઇ રહી હતી, ત્યારે આરોપી તૌસીફે તેની ગોળી મારીને હત્યા કરી હતી. આરોપીએ પહેલા વિદ્યાર્થીને કારમાં ખેંચવાનો પ્રયાસ કર્યો અને પછી નિષ્ફળ થયા બાદ ગોળી મારીને હત્યા કરી હતી. પોલીસે આરોપી તોસીફ અને તેના સાથી રેહાન તેમજ અજરૂની ધરપકડ કરી હતી. આ સમગ્ર બનાવના સીસીટીવી ફુટેજ સામે આવ્યા હતાં.

Leave a Reply

Your email address will not be published.