//

ખાખી વર્દીમાં જીવતું કવિ હૃદય, જાણો આ પીએસઆઈ વીશે!

હમારી સાયરી મેં એક સે બઢકર એક શેર હોગા
લેકિન ઉસ શેર કા એક-એક શબ્દ “ખાખી”કા હોગા

આ ઉપરોક્ત પંક્તિઓ પણ ખાખી વર્દીમાં ફરતા એસઓજી પીએસઆઇ વી.કે ગઢવીની છે
વી.કે ગઢવી એટલે ખાખીમાં જીવતું કવિ હૃદય, જેમણે અંદાજે 100 જેટલા કાવ્યો અને ગઝલોની રચના કરી છે

હાલ જ્યારે સમગ્ર વિશ્વ પર કોરાના વાયરસે કહેર મચાવ્યો છે ત્યારે આ પોલીસબેડામાં ફરજ બજાવતા આ પી.એસ.આઈ વી.કે ગઢવી પોતાની રચનાઓને લઈને યોગ્ય સંદેશ ફેલાવવાનું કાર્ય કરે છે અને સાથે સાથે ફરજ પણ રાતદિવસ નિભાવી રહ્યા છે અને લોકોને આ પ્રકોપથી બચાવવા આકાશ પાતાળ એક કરી રહ્યા છે જે સમજે એને સમજાવી રહ્યા છે અને ન સમજે એને કાયદાની ભાષામાં સમજાવી રહ્યા છે ત્યારે વી.કે. ગઢવીની સમજાવટની આ શૈલી લોકોમાં પ્રશંસાને પાત્ર બની રહી છે.

ત્યારે તેમના દ્વારા રચાયેલ રચનાની એક પંક્તિ જોઈએ
“ખાખી” જાગૃત કરવા જનને, સરકાર સંભળાવે ઉપાય અનેક
જન જાગે તો નક્કી કોરોના ભાગે, નહીં આવે નખમાં રોગ જો પાળે થોડી ટેક.

જામનગર ખાતે સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ (એસ.ઓ.જી)માં પીએસઆઇ તરીકે ફરજ બજાવતા ગુનેગારો પર પી.એસ.આઈ ગઢવી મજબુત પકડ મેળવી છે તો આગાઉ ધ્રોલ ખાતે ફરજ દરમિયાન અનેક ગુનેગારોએ વનવાસ લઇ લીધો હોય તેવું પ્રતીત થતું હતું.. તો તેઓએ ધ્રોલ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ શાંતિપુર્ણ જાળવી રાખી હતી આ પોલીસકર્મીની બીજી જાણવા જેવી અને મજેદાર વાત એ છે કે, પી.એસ.આઇ ગઢવી પોલીસ તંત્રમાં પ્રસંશનીય ફરજ ની સાથે સાથે સાથે એક ખાખીમાં જીવતું કવિ હૃદય પણ ધરાવે છે. તેઓની જો વાત કરવામાં આવે તો તેઓએ અત્યાર સુધીમાં સો જેટલી કવિતાઓ અને ગઝલો લખીને પોતાની સાહિત્ય પ્રત્યેની લાગણીઓ ગઝલ અને કવિતાઓમાં ઉતારી છે. વી કે. ગઢવી મૂળ દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના, રાણ ગામના વતની છે. તેઓ વર્ષ 2013થી પોલીસબેડામાં જોડાયા હતા.. તેઓ સૌપ્રથમ બોટાદ જિલ્લામાં ફરજ નિભાવતા હતા. બોટાદ જિલ્લાના ગઢડા, પાળીયાદ તેમજ બોટાદ શહેરમાં પ્રશંસા પાત્ર કામગીરી બજાવી ત્યાર બાદ જામનગર જિલ્લાના સિક્કા પોલીસ સ્ટેશનમાં મુકાયા હતા અહીં પોતાની આગવી સૂઝબૂઝ અને કુનેહતા બતાવીને ગઢવીએ ગુનાખોરી ડામવા નોંધપાત્ર ફરજ બજાવી હતી. પ્રણાલીગત ફરજનિષ્ઠાને કાબિલેદાદ કામગીરીમાં ફેરવીને શ્રેષ્ઠ કામગીરી કરતા જામનગર જિલ્લા પોલીસ વડા શરદ સિંઘલના હસ્તે તેઓ સન્માનિત થયા છે અને હાલ તેઓ જામનગર એસ.ઓ.જી.માં પીએસઆઈ તરીકે ફરજ બજાવી રહયા છે. પોલીસ તંત્રમાં છેલ્લા છ વર્ષથી વધુની ફરજ દરમિયાન પીએસઆઈ ગઢવી એ ચોરી, લૂંટ તેમજ ખૂન અને પોલીસ જાપ્તામાંથી ભાગેલા આરોપીઓને પકડવા સમયાંતરે ઉડીને આંખે વળગે તેવી પ્રસંશનીય કામગીરી કરી છે પોલીસ તંત્રની ફરજ દરમિયાન પોતાને જ્યારે નવરાશના સમય મળે ત્યારે તેઓ પોતાની અલગ રચના અને સાહિત્ય પ્રત્યે લગાવ જાળવી રાખી કવિતાઓ અને ગઝલ રચના કરી છે. એક રચનાકાર તરીકે તેમણે પોતાનું ઉપનામ “ખાખી” રાખ્યું છે તેમની રચનાઓ વાંચી અહેસાસ થાય છે કે પોતાની ફરજ દરમ્યાન ધારણ કરેલી વર્દી અને જ્યારથી ફરજમાં જોડાયા ત્યારે લીધેલા શપથ માટે તેઓ કેટલો અતૂટ પ્રેમ અને સ્નેહ અને લાગણી સૂચવે છે.

Leave a Reply

Your email address will not be published.