///

હાઈકોર્ટનો રાજ્ય સરકારને આદેશ, માસ્ક ન પહેરનારાઓને કોવિડ કેર સેન્ટરમાં સેવા કરાવો

ગુજરાત સરકાર દ્વારા કોરોનાના નિયંત્રણ માટે લેવામાં આવેલી ઢીલાશ પર હાઈકોર્ટ નારાજ થઇ હતી. જેના પગલે હાઇકોર્ટે આજે મહત્વનો આદેશ આપ્યો છે.

હાઇકોર્ટે મહત્વનો આદેશ આપતા કહ્યું છે કે માસ્ક નહી પહેરનારા લોકોનો કોવિડ કેર સેન્ટરમાં કોમ્યુનિટી સર્વિસ કરવી પડશે. જે નિર્ણય સામે સરકાર પણ દોડતી થઈ છે. હાઈકોર્ટે કડક વલણ અપનાવતા આ મોટો નિર્ણય લીધો છે.

હાઈકોર્ટમાં કોરોના મુદ્દે સુઓમોટો અરજી મામલે ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે, ગુજરાતમાં માસ્ક નહિ પહેરનારા લોકોને કોવિડ કેર સેન્ટરમાં ફરજિયાત કોમ્યુનિટી સર્વિસ કરવી પડશે. રાજ્ય સરકારને આ મુદ્દે જાહેરનામુ બહાર પાડવા હાઈકોર્ટે હુકમ કર્યો છે. આ સાથે જ માસ્ક ન પહેરનારા વ્યક્તિની ઉંમર લાયકાત અને બાકીની બાબતોને ધ્યાને લઇને કોમ્યુનિટી સર્વિસ માટેની યોગ્ય જવાબદારી સોંપવાની રહેશે.

આ તકે આ આદેશમાં માસ્ક નહીં પહેરનાર વ્યક્તિને રોજના 5થી 6 કલાક કોમ્યુનિટી સર્વિસ કરવી પડશે. આ કોમ્યુનિટી સર્વિસનો સમય 5દિવસથી 15 દિવસ સુધી રાખી શકાશે. રાજ્ય સરકાર આ હુકમની તત્કાલ અમલવારી કરાવે અને એક અઠવાડિયા બાદ રિપોર્ટ રજુ કરે તેવો પણ કોર્ટે હુકમ કર્યો છે.

Leave a Reply

Your email address will not be published.