///

મુખ્યપ્રધાન ત્રિવેન્દ્ર સિંહ રાવતને નૈનીતાલ હાઈકોર્ટની ફટકાર

ઉત્તરાખંડના મુખ્યપ્રધાન ત્રિવેન્દ્ર સિંહ રાવતને હાઈકોર્ટે ફટકાર લગાવી છે. હાઈકોર્ટે તેમની વિરુદ્ધ ભ્રષ્ટાચારના આરોપની તપાસ CBIને સોંપી છે. કોર્ટે CBIને FIR દાખલ કરવા મુખ્યપ્રધાન ત્રિવેન્દ્ર સિંહ રાવત પર લાગેલા કરપ્શનના આરોપોની તપાસ કરવા કહ્યું છે.

હાઈકોર્ટે આ આદેશ પત્રકાર ઉમેશ શર્માની વિરુદ્ધ રાવતની છબી ખરડાવવાના મામલે દાખલ કરેલી ફરિયાદને રદ્દ કરતા આપ્યો છે. શર્માની વિરુદ્ધ દહેરાદુનના એક પોલીસ સ્ટેશનમાં દાખલ FIRને રદ્દ કરવાના આદેશ આપતા ન્યાયમૂર્તિ રવિન્દ્ર મેઠાણીની બેંચે એમ પણ કહ્યું કે તમામ દસ્તાવેજો કોર્ટમાં જમા કરાવવામાં આવે.

શર્મા વિરુદ્ધની ફરિયાદમાં કહેવામાં આવ્યું હતુ કે પત્રકાર સોશિયલ મીડિયાના મારફતે મુખ્યપ્રધાન ત્રિવેન્દ્ર સિંહ રાવતના નામે પૈસાની લેણદેણમાં ખેંચી તેમની છબી ખરડી રહ્યો છે.

કોર્ટે પત્રકારની અરજી સ્વીકાર કરતા કહ્યું કે મુખ્યપ્રધાન પર લાગેલા આરોપ ગંભીર છે. તેની તપાસ થવી જોઈએ અને સત્ય સામે આવવું જરુરી છે. આ રાજ્યના હિતમાં જ રહેશે. કોઈ પણ પ્રકારની શંકા ખતમ થાય. એટલા માટે કોર્ટનું માનવું છે કે CBIએ આ મામલામાં FIR દાખલ કરવી જોઈએ અને સમગ્ર તપાસ કરવી જોઈએ.

Leave a Reply

Your email address will not be published.