////

દેશની રાજધાનીમાં લોકડાઉન લાદવાની અરજી હાઈકોર્ટે ફગાવી

દેશની રાજધાનીમાં વધતા કોરોનાના સંક્રમણને ધ્યાનમાં રાખીને તાત્કાલિક લોકડાઉન લગાવવાની PIL હાઇકોર્ટે ફગાવી દીધી છે. દિલ્હી હાઇકોર્ટે લોકડાઉન લાદવાની જાહેર હિતની અરજી ફગાવતા પ્રશ્ન કર્યો કે, તમારી પાસે લોકડાઉન જ એક માત્ર સમાધાન છે? દિલ્હી હાઇકોર્ટે જણાવ્યું કે, લોકડાઉન અંગેના આદેશ નીતિગત નિર્ણય હેઠળ આવે છે. જે સંબંધિત સંસ્થાઓ જ લઇ શકે છે.

દિલ્હીમાં રવિવારે કોરોના વાઇરસના નવા 6746 કેસ નોંધાયા. તેની સાથે રાજધાનીમાં કોરોની દર્દીઓની સંખ્યા વધીને 5.29 લાખથી વધુ થઇ ગઇ છે. દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 121 દર્દીના મોત થઇ ગયા. માટે તાકિદે લોકડાઉન લાદવાની માગ કરવામાં આવી રહી છે. જે દિલ્હીમાં કોરોનાને કારણે મોતનો સૌથી ઊંચો આંકડો છે. તેની સાથે દિલ્હીમાં કોરોના મૃત્યુઆંક 8391 થઇ ગયો છે.

તો દેશમાં કોરોના વાઇરસના સંક્રમિતોની સંખ્યા 91 લાખને પાર પહોંચી ગઈ છે. આ દરમિયાન ગુજરાત, દિલ્હી, મહારાષ્ટ્રમાં કોરોનાના દૈનિક કેસોમાં પણ વધારો નોંધાયો છે. તેની સાથે જ કોરોનાથી થયેલા મૃત્યુની સંખ્યા પણ વધી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, જસ્ટિસ અશોક ભૂષણે જણાવ્યું હતું કે કોરોનાના વધતા જતા સંક્રમણે પગલે ગુજરાત, મહારાષ્ટ્ર અને દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસોમાં પરિસ્થિતિ વધારે ખરાબ થઈ છે. ત્યારે અમે જાણવા માંગીએ છીએ કે, સરકારે કોરોનાને ફેલાતો રોકવા માટે કઈ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ સાથે જ તેના અંગે સોગંદનામુ આપવાનું પણ જણાવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published.