/

નોટરીની સતા મુદ્દે હાઈકોર્ટે રાજ્ય સરકારને નોટિસ પાઠવી

રાજ્ય સરકારે જાહેર કરેલા પરિપત્રમાં ગ્રામ પંચાયતના તલાટીને 22 પ્રકારના દસ્તાવેજમાં એફિડેવિટ કરવાની છૂટ આપતા નિર્ણયને પડકારતી અરજી પર ગુરુવારે ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને નોટિસ પાઠવીને ખુલાસો માંગ્યો છે. આ મામલે આગામી દિવસોમાં સુનાવાણી હાથ ધરવામાં આવશે.

અરજદાર નોટરી એસસોશિયેશન તરફે હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં રજુઆત કરવામાં આવી છે કે રાજ્ય સરકારના આ પરિપત્રથી નોટરીની આવક પર વિપરીત અસર પડી રહી છે. જાહેરહિતની અરજીમાં જણાવામાં આવ્યું છે કે એફિડેવિટ પર નોટરી કરવી એ કાયદાકીય કામ છે. જજ અને મેજીસ્ટ્રેટ દ્વારા શપથ એકટ હેઠળ અધિકારીને આ પ્રકારની સતા આપવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published.