/

હાઈકોર્ટે GPSC અને રાજ્ય સરકારને નોટીસ પાઠવી

વર્ષ 2018-19માં GPSC દ્વારા બહાર પાડવામાં આવેલી સ્ટેટ ટેક્ષ ઇન્સ્પેકટરની ભરતીમાં પસંદગી લિસ્ટ 1લી ઓગસ્ટ 2018ના ઠરાવ પ્રમાણેનું ન હોવાની માગ સાથે દાખલ કરાયેલી અરજી મુદ્દે હાઈકોર્ટે GPSC અને રાજ્ય સરકારને નોટીસ પાઠવીને ખુલાસો માંગ્યો છે.

ગુજરાત હાઇકોર્ટમાં બિન અનામત વર્ગની 5 મહિલા ઉમેદવારો દ્વારા દાખલ કરાયેલી અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરની ભરતીની જાહેરાત વર્ષ 2018માં કરવામાં આવી હતી અને તે સમયે સામાન્ય વહીવટી વિભાગના 1લી ઓગસ્ટ 2018ના ઠરાવ પ્રમાણે તેમનું પસંદગી લિસ્ટ બહાર પાડવામાં આવ્યું ન હોવાથી તેમનું સિલેક્શન લિસ્ટમાં નામ નથી.

મહિલા ઉમેદવારોનો આક્ષેપ છે કે સુપ્રીમ કોર્ટના જજમેન્ટ પ્રમાણે ભરતી જ્યારે જાહેર કરવામાં આવે ત્યારના નિયમો પ્રમાણે સિલેક્શન પ્રક્રિયા પણ હાથ ધરવાની હોય છે. જો કે તેમનું સિલેક્શન લિસ્ટ 2 સપ્ટેમ્બર 2020ના ઠરાવ પ્રમાણે તૈયાર કરાયું હોવાથી તેમના નામ સફળ ઉમેદવારોની યાદીમાં સામેલ થઈ શક્યા નથી, જેથી ભરતીનું પસંદગી લિસ્ટ રદ કરવામાં આવે. નોંધનીય છે કે બે મહિના પહેલાં ગુજરાત હાઈકોર્ટે 1લી ઓગસ્ટ 2018 ઠરાવના કેટલાક ક્લોઝ રદ કર્યા હતાં.

અરજદારો દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે 2018થી 35 જેટલી ભરતીઓ 1લી ઓગસ્ટ 2018ના ઠરાવ પ્રમાણે કરવામાં આવી છે. વિવાદાસ્પદ ઠરાવને પડકારતી અરજી કોર્ટમાં પેન્ડિંગ હોવા છતાં 35 ભરતીઓમાં જુના 2018ના ઠરાવ પ્રમાણે જ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેથી તેમની સાથે મતભેદ થયો છે.

મહિલા અરજદારોને એવો પણ આક્ષેપ છે કે કોઈ 424 પદ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી હતી જે પૈકી મહિલાઓ માટે 33 ટકા અનામત પૈકી 140 પદ થાય છે જ્યારે 122 પદ મહિલા ઉમેદવારોથી ભરવામાં આવ્યા છે. જો બાકીના પદ ભરવામાં આવે તો તેમની પસંદગી થાય તેમ છે.

સ્ટેટ ટેક્ષ ઇન્સ્પેક્ટરની ભરતીમાં જનરલ મહિલા ઉમેદવાર માટે કટ ઓફ માર્ક્સ 155. 75 છે જ્યારે પાંચ મહિલા ઉમેદવારોએ 151.50 થી 150.50 જેટલા ગુણ મેળવ્યા છે.

Leave a Reply

Your email address will not be published.