////

આ બેઠક પર સૌથી વધુ ઉમેદવાર મેદાનમાં, ભાજપ-કોંગ્રેસ વચ્ચે જોયાજેવી

ગુજરાત વિધાનસભાની 8 બેઠકો પર યોજાનારી પેટાચૂંટણી માટે આજે મંગળવારે મતદાન શરૂ થયુ છે, ત્યારે આ 8 બેઠકો પર 81 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે.

પેટાચૂંટણી માટે સૌથી વધુ 14 ઉમેદવારો સુરેન્દ્રનગર જિલ્લાની લીંબડી બેઠક પરથી છે. જ્યારે સૌથી ઓછા 4 ઉમેદવાર દક્ષિણ ગુજરાતમાં વલસાડ જિલ્લાની કપરાડા બેઠક પરથી નોંધાયા છે. આ સિવાય બોટાદ જિલ્લાની ગઢડા અને મોરબી વિધાનસભા બેઠક પર 12-12 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે.

જો અમરેલી જિલ્લાની વાત કરવામાં આવે તો, અહીંની ધારી વિધાનસભા બેઠક પર 11 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે. જ્યારે વડોદરા જિલ્લાની કરજણ વિધાનસભા બેઠક સિવાય ડાંગ બેઠક પર 9-9 ઉમેદવારો મેદાનમાં છે.

ગુજરાતની તમામ બેઠકો પર સત્તાધારી ભાજપ અને વિપક્ષ કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ છે. NCPએ પોતાનો કોઈ ઉમેદવાર પેટાચૂંટણી માટે ઉભો રાખ્યો નથી. જ્યારે ભારતીય ટ્રાઈબલ પાર્ટીએ પોતાના ઉમેદવારને ટિકિટ આપી છે.

ઉલ્લેખનિય છે કે, રાજ્યસભા ચૂંટણી પહેલા આ તમામ બેઠકો પરથી કોંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામું આપ્યુ હતું. આમ, આ તમામ બેઠકો ખાલી થવાના પગલે અહીં પેટાચૂંટણી યોજાઈ રહી છે. આ 8 ધારાસભ્યોમાંથી 5 નેતા ભાજપમાં સામેલ થયા હતા, જેમને પાર્ટીએ ટિકિટ પણ આપી છે. ગુજરાતની 8 વિધાનસભા બેઠકો પર આજે મંગળવારે મતદાન થઇ રહ્યું છે, જ્યારે 10 નવેમ્બરે મતગણતરી હાથ ધરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published.