///

અમદાવાદના બોપલ વિસ્તારમાં સૌથી વધુ કોરોનાના કેસ નોંધાયા

શહેરમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. દિવાળીના દિવસો દરમિયાન શહેરમાં કોરોનાના પોઝિટિવ કેસો વધ્યા છે. ત્યારે નવા વર્ષના દિવસે શહેરના બોપલ વિસ્તારમાં 22 લોકો કોરોનાથી સંક્રમિત મળી આવ્યાં છે.

મળતી માહિતી મુજબ, અમદાવાદના બોપલ વિસ્તારમાં ઉભા કરવામાં આવેલા કોરોના સેન્ટરમાં નવા વર્ષના દિવસે સોમવારે 200થી 300 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતાં.

આ તમામ લોકોમાં કોરોનાના સામાન્ય લક્ષણો જણાંતા તેમના ટેસ્ટ કરવામાં આવ્યા હતાં. જેમાંથી 22 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતાં. જેમને હોમ કોરેન્ટાઈન થવાની સલાહ આપવામાં આવી હતી. જ્યારે 60થી વધુ ઉંમર ધરાવતા લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં.

રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 926 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. જ્યારે 5 લોકોના મોત નિપજ્યા છે. જેમાંથી અમદાવાદ શહેર અને ગ્રામ્યના મળીને જિલ્લામાં સૌથી વધુ 225 કેસ નોંધાયા છે. જ્યારે 3 લોકોના મોત નિપજ્યા છે.

Leave a Reply

Your email address will not be published.