//

રાજ્યમાં કૃષિ સહાય પેટે સૌથી વધુ અધધ… ચુકવણું રાજકોટ જિલ્લામાં

રાજ્યમાં અતિવૃષ્ટિ અને વાવાઝોડાનો ભોગ બનેલા ખેડૂતોને દિવાળીના તહેવારોમાં આર્થિક રીતે રાહત મળી હોય તેવું જાણવા મળી રહ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા હાલમાં જિલ્લા પંચાયતો મારફતે કૃષિ સહાયની રકમ ખેડૂતોના ખાતામાં સીધી જમા કરવામાં આવી રહી છે. ત્યારે રાજકોટ જિલ્લામાં અત્યાર સુધીમાં રૂપિયા 230 કરોડ જેટલી સહાયની રકમનું ચુકવણું ખેડૂતોને કરી દેવામાં આવ્યું છે. જે ગુજરાતમાં સૌથી વધુ છે.

કૃષિ સહાયની નોંધણી માટે રાજ્ય સરકાર દ્વારા 31 ઓક્ટોબર છેલ્લી નક્કી કરવામાં આવી હતી. ત્યારે રાજકોટ જિલ્લામાં 2.14 લાખ ખેડૂતોએ કૃષિ સહાય માટે નોંધણી કરાવી હતી. નોંધણીમાં પણ સમગ્ર રાજ્યમાં રાજકોટ જિલ્લો મોખરે હતો. બે હેક્ટર દીઠ રૂપિયા 20 હજારની સહાય ચુકવવામાં આવે છે. જે નિયમના આધારે રાજકોટ જિલ્લામાં મોટા ભાગના ખેડૂતોના ખાતામાં રૂપિયા 10થી 20 હજાર સુધીની રકમ હાલ જમા થઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published.