////

કોરોના અંગે ગૃહ મંત્રાલયે નવી ગાઈડલાઈન કરી જાહેર, 1 ડિસેમ્બરથી થશે લાગુ

દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધતું જઇ રહ્યું છે. તેવામાં દિલ્હીમાં કોરોનાના દરરોજના 7 હજારથી પણ વધુ નવા કેસ સામે આવી રહ્યા છે. કોરોનાનું સંક્રમણ તહેવારો દરમિયાન બજારોમાં ભીડને ઉમટવાને કારણે વધ્યું છે. ત્યારે હવે ગૃહ મંત્રાલયે નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. સરકારના દિશા નિર્દેશ 1થી 31 ડિસેમ્બર સુધી લાગૂ રહેશે.

ગૃહ મંત્રાલય દ્વારા રાજ્ય-કેન્દ્ર શાસિત પ્રદેશોને કડકાઇથી કોરોના વાયરસ રોકવાના ઉપાય, વિવિધ ગતિવિધિઓ પર SOP તેમજ ભીડને નિયંત્રિત કરવા માટે જરૂરી પગલા ભરવાના આદેશ આપવામાં આવ્યા છે. તો સાથે જ કન્ટેનમેન્ટ ઝોનમાં માત્ર જરૂરી ગતિવિધિઓને જ પરવાનગી આપવામાં આવી છે.

આ ઉપરાંત સ્થાનિક જિલ્લા, પોલીસ અને નગરપાલિકા અધિકારી આ સુનિશ્ચિત કરવા માટે જવાબદાર હશે કે નિર્ધારિત કન્ટેનમેન્ટ ઉપાયોનું કડકાઇથી પાલન કરવામાં આવે અને રાજ્ય-કેન્દ્ર શાસિત પ્રદેશ સરકાર સબંધિત અધિકારીઓની જવાબદારી સુનિશ્ચિત કરશે.

નોંધનીય છે કે, દેશમાં વધતા જતા કોરોના સંક્રમણે પગલે સરકારનું ધ્યાન હાલ કોરોનાને કાબુને કરવામાં છે. જેના પગલે તાજેતરમાં કેટલાક રાજ્યમાં કોરોનાના કેસમાં વધારાને કારણે સાવધાની પર ભાર મુકવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published.