///

નિવાર વાવાઝોડું અડધી રાતે દરિયાકાંઠે ટકરાયું, આગામી કલાકોમાં પડશે નબળું

ચક્રવાતી વાવાઝોડું નિવાર રાત્રિ બાદ તમિલનાડુ અને પુડુચેરીમાં દરિયાકાંઠે ટકરાયું છે. તે દરમિયાન ભારે વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત તેજ ગતિથી પવન ફુંકાવાની સાથે ચેન્નઈ, કુડ્ડલોર, મહાબલીપુરમ સહિત અનેક શહેરોમાં વરસાદ પડી રહ્યો છે. પુડુચેરીમાં પણ પવન ફુંકાવાની સાથે જોરદાર વરસાદ પડી રહ્યો છે. IMDએ ગુરુવારે કહ્યું કે ભયંકર ચક્રવાતી વાવાઝોડું નિવાર ઉત્તર પશ્ચિમની દિશા તરફ આગળ વધશે અને આગામી 3 કલાક દરમિયાન વાવાઝોડું નબળું પડશે.

આ પહેલા બુધવાર મધ્ય રાત્રીએ નિવારની દરિયાકાંઠા વિસ્તારને ટકરાવવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ હતી અને તે થોડા સમયમાં કાંઠાને પાર કરી ગયું હતું.

IMDએ પોતાના ટ્વીટર હેન્ડલ પર કહ્યું હતું કે, અત્યંત ભીષણ ચક્રવાતી વાવાઝોડું નિવાર હજુ પુડુચેરીના પૂર્વ-દક્ષિણપૂર્વમાં લગભગ 40 કિમી દૂર સ્થિત કુડ્ડાલોરથી 50 કિમી પૂર્વ-દક્ષિણ પૂર્વમાં છે. ચક્રવાતી વાવાઝોડું પહોંચવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આગામી 3 કલાકમાં પુડ્ડુચેરીની નજીકના કાંઠાને પાર કરી જશે. આ પહેલા હવામાન વિભાગે કહ્યું કે નિવાર ચક્રવાતી વાવાઝોડાને ખૂબ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે અને તે તમિલનાડુ તથા ચેન્નઈની વચ્ચે દરિયાકાંઠા તરફ પહોંચવાની નજીક છે.

IMDએ કહ્યું કે, વાવાઝોડું Nivarનું કેન્દ્ર 25 નવેમ્બર રાત્રે 11:30 કલાકથી 26 નવેમ્બરની સવારે 2:30 કલાક દરમિયાન પુડ્ડુચેરીની પાસેના કાંઠાને પાર કરી ગયું હતું. પુડ્ડુચેરીના ઉત્તર પૂર્વ સેક્ટરમાં પવનો ફુંકાશે. હવામાન વિભાગે કહ્યું હતું કે આગામી 3 કલાક દરમિયાન પવનની ઝડપ ધીમે-ધીમે ઘટીને 65-75 કિમી પ્રતિ કલાક થઈ જશે.

વધુમાં હવામાન વિભાગે જણાવ્યું હતું કે નિવાર વાવાઝોડું તમિલનાડુ અને પુડ્ડુચેરીના કાંઠે ટકરાવવાનું શરૂ કરી દીધું છે અને જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં એક લાખથી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. નિવારના કારણે પવન સાથે તોફાની વરસાદ પડી રહ્યો છે. નિવાર વાવાઝોડાના કારણે ગુરુવાર સુધી રજા જાહેર કરવામાં આવી છે. ચેન્નઈ એરપોર્ટ અને મેટ્રો સેવાઓને પણ બંધ કરી દેવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published.