////

ધોરાજીમાં હેડફોન લગાવીને ગીતો સાંભળતી પત્નીને પતિએ ગેલેરીમાંથી ધક્કો મારી દીધો, જાણો શું છે મામલો

ધોરાજીમાં પતિ પત્ની વચ્ચે ઘર કંકાસ શરૂ થયો અને પતિએ પોતની પત્નીની હત્યા કરી નાખી હતી. ધોરાજીની ચિસ્તીયા કોલોનીમાં એક ઘટના બની. જેમાં એક પતિએ તેની પત્નીને પોતે જ્યાં રહેતા હતા તે એપાર્ટમેન્ટના ચોથા માળેથી ધક્કો મારીને ફેંકી દીધી હતી. જેને લઈને પત્નીનું ધોરાજી સરકારી હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલા જ મોત થયું હતું.

ધોરાજીના ચિસ્તીયા કોલોનીના એપાર્ટમેન્ટની એક વિંગના ચોથા માળેથી એક સ્ત્રીનો નીચે પડવાનો આવાજ આવ્યો અને અહીં લોકો એકઠા થઈ ગયા. ઝીનતબેન ઈમ્તિયાઝ દલાલ વર્ષોથી એપાર્ટમેન્ટમાં રહે છે. પરિવારમાં 2 પુત્રો છે. મોટો 20 વર્ષનો પુત્ર હૈદરાબાદ રહે છે અને એક તેની સાથે રહે છે. બનેલી ઘટના મુજબ સવારે ઝીનતબેન એપાર્ટમેન્ટની બાલ્કનીમાં બેઠા હતા, ત્યારે તેના પતિએ પાછળથી આવીને ધક્કો મારીને નીચે ફેંકી દીધી હતી. ઝીનતબેન નીચે પડતા ગંભીર રીતે ઘવાયા હતા અને તેને ધોરાજી સરકારી હોસ્પિટલે લઈ જતા સારવાર મળે તે પહેલા જ મોત કરુણ થયું હતું.

ઝીનત અને ઈમ્તિયાઝ છેલ્લા 23 વર્ષથી વધુ લગ્ન જીવનમાં બંધાઈ ગયા હતા. ખુશહાલ પરિવાર હતો. 20 વર્ષનો મોટો પુત્ર થઇ ગયો હતો અને તેને હવે પરણવાનો હતો અને તેની સગાઇ માટેની વાત ચાલતી હતી અને સગાઇ નક્કી થઇ ગઈ હતી. થોડા દિવસમાં પરિવારમાં ખુશીનો વધુ ઉમેરો થવાનો હતો. પુત્રની સગાઇ થાય તે પહેલા જ પિતા અને પતિએ તેની પત્નીની હત્યા કરી નાખી. ઝીનત અને ઈમ્તિયાઝ વચ્ચે ઝગડા ચાલી રહ્યાં હતા. રોજ કોઈને કોઈ બાબતે પતિ અને પત્ની વચ્ચે માથાકૂટ અને ઘર કંકાસ સામાન્ય બાબત બની ચુકી હતી.

રોજે રોજ થતા ઝગડામાં વધુ એક કારણ પણ ઉમેરાયું હતું કોરોનાને કારણે ધંધા રોજગારમાં મુશ્કેલી આવી હતી અને તેને કારણે આવક પણ ઓછી થઇ હતી. ત્યારે પુત્રની સગાઇ માટે હવે ખર્ચની વ્યવસ્થા કરવાની હતી, ત્યારે સગાઇ લઈને જવા માટે જે વાહન ભાડાનો ખર્ચ થાય તેને લઈને બંને પતિ અને પત્ની માટે વિવાદ અને ઝગડો ચાલતો હતો. રોજના ઝગડાને લઈને પતિ ઈમ્તિયાઝ ગુસ્સામાં હતો. જયારે સવારમાં તેની પત્ની ઝીનત તેના એપાર્ટમેન્ટના ઘરના રવેશમાં બેઠી હતી, ત્યારે તેને તેણે ધક્કો મારીને નીચે ફેંકી દેતા ઝીનતનું ઘટના સ્થળે કમકમટીભર્યુ મોત થયું હતું.

ઈમ્તિયાઝ તેની પત્ની ઝીનતની હત્યા કરીને તુરંત જ ધોરાજી પોલીસમાં હાજર થઇ ગયો હતો. પોતે કરેલી ભૂલ અને પત્નીની હત્યાની કબૂલાત કરી હતી. ધોરાજી પોલીસે ઈમ્તિયાઝને પકડીને કાયદેસરની કાર્યવાહી શરુ કરી છે.

Leave a Reply

Your email address will not be published.