////

અમદાવાદ : કોરોનાના કેસ વધતા SVP હોસ્પિટલનો ICU વોર્ડ થઈ ગયો ફૂલ

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે આ વચ્ચે અમદાવાદની SVP હોસ્પિટલમાં આઇસીયુ વોર્ડ લગભગ ફૂલ થઇ ગયો છે. 200 જેટલા દર્દી કોરોનાની સારવાર લઇ રહ્યા છે અને સિવિલ કેમ્પસમાં 175 દર્દી હોવાનું જણાયું છે. CM રુપાણીએ હોસ્પિટલમાં હાલના દર્દીઓ કરતા પાંચ ગણા બેડ રખાયા હોવોનો દાવો કર્યો છે. જેમાં નવા કોરોના સંક્રમણને કારણે લોકોની ચિંતામાં પણ વધારો થયો છે.

અમદાવાદની SVP હોસ્પિટલમાં અત્યારે ગ્રાઉન્ડ ફ્લોર પર કોરોનાના શંકાસ્પદ દર્દીઓને રાખવામાં આવ્યા છે. જ્યારે બીજા, પાંચમા અને 11મા માળ પર કોરોનાના દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે. સાથે કોરોના વધતા ભૂતકાળમાં બંધ કરાયેલા વોર્ડ ખોલવાની પણ તંત્રને ફરજ પડી રહી છે. એસવીપી SVPમાં અગાઉ પાંચમો માળ કોરોના વોર્ડ તરીકે બંધ કરાયો હતો એ ફરી દર્દીઓની સંખ્યા વધતા ખોલવામાં આવ્યો છે. સિવિલ હોસ્પિટલમાં કોરોનાના વધતા કેસોને ધ્યાનમાં રાખીને 500 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. SVP અને સિવિલ હોસ્પિટલમાં 50-50 દર્દીઓ રોજ દાખલ થઈ રહ્યા છે.

નોંધનીય છે કે, રાજ્યમાં છેલ્લા 24 કલાક શુક્રવારે 1415 કેસ નોંધાયા. તેમાં પણ સુરતમાં 450 અને અમદાવાદમાં 344 નવા કેસ નોંધાયા. આ સાથે બંને શહેરોમાં કુલ સંક્રમિતોની સંખ્યા વધીને અનુક્રમે 1807 અને 1197 થઇ ગઇ છે. વડોદરામાં પણ નવા 146 કેસ સાથે ચેપી દર્દીઓનો કુલ આંકડો 838 પર પહોંચી ગયો. રાજ્યમાં 60 દિવસ બાદ એક્ટિવ કેસ 6000ને પાર કરી ગયા.

Leave a Reply

Your email address will not be published.