
દેશમાં 14 એપ્રિલ સુધી જાહેર થયેલા 21 દિવસના લોકાડઉનનો અંત આવવાની તૈયારીમાં છે ત્યારે અનેક રાજ્યો દ્વારા અપીલ કરવામાં આવી છે કે હાલની સ્થિતિને ધ્યાનમાં લઈને લોકડાઉનની અવધી લંબાવવામાં આવે. જો કે આ મામલે હજુ પણ સસ્પેન્શની સ્થિતિ છે ત્યારે એવા અહેવાલ મળી રહ્યા છે કે દેશમાં ચાલી રહેલા 21 દિવસના લોકડાઉનને હજુ લંબાવવામાં આવશે.. સરકારના ઉચ્ચ સૂત્રો દ્વ્રારા જાણવા મળ્યું છે કે ઘણી રાજ્ય સરકારા દ્વારા કેન્દ્ર સરકારને લોકડાઉન લંબાવવાની અપીલ કરવામાં આવી છે અને તેના કારણે સરકાર હાલ આ અંગે વિચારણ કરી રહી છે. ઉચ્ચ સરકારી સૂત્રોએ કહ્યું છે કે, ઘણાં રાજ્યો અને નિષ્ણાંતોએ કેન્દ્ર સરકારને લોકાડઉન લંબાવવાની અપીલ કરી છે અને કેન્દ્ર સરકાર રાજ્યો અને નિષ્ણાંતોની આ સલાહ તેમજ અપીલ મામલે હાલ વિચારણા કરી રહી છે. તેણંગાણાના મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવે તો સોમવારે જ કહ્યું હતું કે લોકડાઉન બે અઠવાડિયા સુધી લંબાવી દેવામાં આવે સાથેજ તેમણે કહ્યું હતું કે આર્થિક નુકસાની ગમે ત્યારે પાછી મેળવી શકાશે પરંતુ જો લોકડાઉન ઉઠાવી લઈશું અને લોકોના જીવ કોરોનાના કારણે જશે તો તે કોઈ રીતે પાછા લાવી શકાશે નહીં..