//

જગત મંદિર પર વૈશ્વિક મંદીની અસર દાનની આવકમા થયો ઘટાડો

ભગવાન શ્રી કૃષ્ણની સોનાની નગરી તરીકે જાણીતું ભગવાન કાળિયા ઠાકોરનું જગત મંદિર સમગ્ર વિશ્વમાં જાણીતું છે અહીં દેશ અને દુનિયા માંથી દરરોજ હજારો શ્રદ્ધાળુઓ કાળીયા ઠાકુરના દર્શનની  એક જાખી કરવા ઉમટી પડે છે વાર તહેવારોમાં અહીં  રહેવા જમવાની પણ જગ્યા મળતી નથી મંદિર પરિષરમાં ભક્તોની હંમેશા ભીડ જોવા મળે છે થોડા સમયથી જગત મંદિરને પણ વૈશ્વિક મંદીની અસર થઇ છે દર વર્ષ મંદિરને લાખો કરોડો રૂપિયાનું ભેટ સોગાદ,સોના,ચાંદી અને રોકડ રકમની આવક થાય છે ત્યારે છેલ્લા બે વર્ષ માં મંદિરની આવકમાં ઘણો ઘટાડો જોવા મળી રહ્યો છે વર્ષ મુજબ જોવા જઈ એ તો 2017- 18 ની વાર્ષિક આવક 12.94 કરોડ રૃપિયા થયેલી  હતી જેમાં સોનાની આવક 691 ગ્રામ થયેલી હતી તો ચાંદીની 49,982 થયેલી હતી વર્ષ 2018/2019 ની વાત કરવામાં આવે તો રોકડ રકમ 12,18  કરોડની આવક થયેલી હતી સોના દાગીનાની 812 ગ્રામ અને ચાંદી 41 કિલો ગ્રામ  મળેલ હતું  વર્ષ  2019 /2020 ની આજે આવક જાહેર થયેલ છે જેમાં મંદિરને રોકડ રકમ પેટે 11,03,15,220 મળેલ છે ત્યારે સોનાના દાગીનાની 639 ,20 ગ્રામની આવક થયેલ ત્યારે ચાંદી ની 43,963 ગ્રામની આવક થયેલી  છે  દ્વારકાધીશ ભગવાનનું મંદિર જગત મંદિર તરીકે જાણીતું  છે  લોકોની આસ્થાનું પ્રતીક માનવામાં આવે છે અહીં આવતા ભક્તો રોકડ રકમ ,સોનુ અને ચાંદીનું પણ દાન.કરે છે . સરેરાશ  જોવા જઈએતો આગળના વર્ષ કરતા જગત મંદિરની આવકમાં ઉતરોતર ઘટાડો થવા પામેલ છે મંદિરની ગત વર્ષો માં  આવક 12,94 હતી ત્યારે આ વર્ષેની આવક ઘટીને 11,3 કરોડ થયેલ છે સરેરાશ જોવા જઈ તો ની અસરમાં મંદિર ને  1,63 કરોડનો ઘટાડો આવકમાં થયો  છે મતલબ કે મંદીની અસર મંદિર પાર પણ જોવામાં આવી રહી છે અને હવે આ વર્ષે  21 દિવસનું  લોકડાઉન છે મંદિર મંદિર સદંતર બંદ છે ત્યારે આવનાર વર્ષે પણ મંદિરની આવક ઘટેતો  નવાઈ નહીં.

Leave a Reply

Your email address will not be published.