વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનતાને કરેલી અપીલ તહેવારોની સિઝનમાં ફળી છે. તે સાથે જ ભારતીય પ્રજાએ ખરા અર્થમાં આત્મનિર્ભર બનવાની વાતને સાકાર કરી છે. આ દિવાળીના તહેવારોમાં ખાદીનું સૌથી વધુ વેચાણ થયું છે. વડાપ્રધાન મોદીએ આત્મનિર્ભર ભારત તેમજ લોકલ ફોર વોકલની અપીલ કરીને ખાદી તથા ગ્રામઉદ્યોગોને જીવન દાન આપ્યું છે. જેથી દેશભરમાં ખાદીનું કાપડ, માસ્ક સહિતની અન્ય વસ્તુઓની બજારમાં ડિમાન્ડ વધી રહી છે.
ચાલુ વર્ષે દિલ્હીના કનોટ પ્લેસના ખાદીનું મુખ્ય આઉટલેટ એક દિવસમાં 1 કરોડથી પણ વધુનો વેચાણ થઈ રહ્યું છે. જોવર્ષ 2018ની વાત કરીએ તો 4 વખત એક દિવસમાં 1 કરોડ રૂપિયાથી વધુનું ખાદીનું વેચાણ થયું હતું. જેમાં સૌથી વધુ 2 ઓક્ટોબર 2019ના દિવસે 1.27 કરોડ રૂપિયાની ખાદીનું વેચાણ થયું છે. મહત્વનું છે કે, વર્ષ 2016 પહેલા ક્યારે પણ ખાદીના એક દિવસના વેચાણનો આંકડો 1 કરોડને પાર પહોંચ્યો ન હતો. ત્યારે ખાદીના વેચાણમાં પ્રથમ વખત 22 ઓક્ટોબર 2016માં એક દિવસમાં 1 કરોડની પાર આકંડો પહોંચ્યો હતો.
આ ઉપરાંત ખાદી અને ગ્રામ ઉદ્યોગ આયોગના અધ્યક્ષ વિનય કુમાર સક્સેનાએ જણઆવ્યું કે, કોરોના મહામારીમાં ખાદીના કારીગરોએ સતત ઉત્પાદન ચાલુ રાખ્યું અને દેશવાસીઓ પણ ખાદીની ખરીદી કરી કારીગરોનું ઉત્સાહ વધાર્યો છે. જેને પગલે આર્થિક મંદીમાં ખાદીના વિકાસની ગતિ જળવાઈ રહી છે. તો સાથે જ મહત્વનું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તહેવારોમાં લોકોને લોકલ ફોર વોકલની અપલી કરી હતી. જેને કારણે ખાદીના વેચાણમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.