///

ભારતીય નેવીનું MiG-29K ક્રેશ થયું, લાપતા પાયલટની શોધખોળ ચાલુ

ભારતીય નેવીનું એક મિગ-29K ગઇકાલે ગુરુવારના રોજ દૂર્ઘટનાગ્રસ્ત બન્યું છે. ભારતીય નૌ સેનાના જણાવ્યાં અનુસાર ગુરુવાર સાંજે 5 કલાકની આસપાસ MiG-29K દૂર્ઘટનાગ્રસ્ત બન્યુ હતું અને દરિયામાં જઇ પડ્યું છે. જેમાં અત્યારસુધીમાં લડાકુ વિમાનના એક પાયલોટને શોધી લેવામાં આવ્યો છે જ્યારે બીજા પાયલોટની હાલ શોધખોળ કરવામાં આવી રહી છે.

નેવીના જણાવ્યાં મુજબ આ દૂર્ઘટના અંગે તપાસના આદેશ આપવામાં આવ્યાં છે. આ વિમાનનો એક ટ્રેની એરક્રાફટ તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો. વિમાનના બીજા પાયલટને શોધવા માટે હાલ સર્ચ ઓપરેશન ચલાવામાં આવી રહ્યું છે. દરિયાઇ વિસ્તારમાં હવા અને પાણી પર ઓપરેશન ચલાવી પાયલટની શોધ કરવામાં આવી રહી છે.

ભારતીય નેવીએ વધુમાં જણાવ્યું હતું કે આ મિગ-29 INS વિક્રમાદિત્ય પર ઉપસ્થિત હતું. નૌ સેનાએ માલાબાર એક્સાઇઝમાં ભાગ લીધો હતો ત્યારે મિગ-29K પણ તેમાં સામેલ હતું.

Leave a Reply

Your email address will not be published.