/

ગુજરાત હાઈકોર્ટમાં ફિઝિકલ સુનાવણી મુદ્દે ડિસેમ્બર સુધીમાં નિર્ણય લેવાશે

કોરોના વાઇરસના પગલે છેલ્લા સાડા સાત મહિનાથી ગુજરાત હાઈકોર્ટમાં વીડિયો કોન્ફરન્સથી કોર્ટની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે ગુજરાત હાઈકોર્ટ દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે નવેમ્બર અને ડિસેમ્બરમાં મહિનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાત હાઈકોર્ટમાં ફિઝિકલ સુનાવણી ક્યારે શરૂ કરવી તે અંગે 20મી ડિસેમ્બર સુધીમાં નિણર્ય લેવામાં આવશે.

ગુજરાત હાઈકોર્ટ દ્વારા શનિવારે બહાર પાડવામાં આવેલા પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે નવેમ્બર અને ડિસેમ્બર મહિનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાત હાઈકોર્ટમાં ફિઝિકલ સુનાવણી મુદ્દે 20મી ડિસેમ્બર સુધીમાં નિણર્ય લેવામાં આવશે. ગુજરાત હાઈકોર્ટમાં ફિઝિકલ સુનાવણી 4 જાન્યુઆરી 2021ના રોજ થઈ શકે છે. જોકે આ હાલ કામ ચલાઉ તારીખ આપવામાં આવી છે અને નવેમ્બર અને ડિસેમ્બર મહિનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને આ મુદ્દે અંતિમ નિણર્ય લેવામાં આવશે.

દિવાળી વેકેશન બાદ 23મી નવેમ્બરથી ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસસોશિયેશનના તમામ સભ્ય વકીલો અને રજીસ્ટ્રી દ્વારા આપવામાં આવેલા કાર્ડ-ધારક ક્લાર્ક હાઈકોર્ટની કામગીરીના દિવસોમાં સવારે 10.30થી 5 કલાક સુધીમાં ગુજરાત હાઈકોર્ટ પરિસરમાં આવેલા એડવોકેટ ચેમ્બરમાં જઈ શકશે. જેમાં કોરોનાથી બચવા માટે જાહેર કરાયેલી તમામ ગાઈડલાઈન અને SOPનું ફરજિયાતપણે પાલન કરવું પડશે. આગામી આદેશ સુધી ગુજરાત હાઈકોર્ટની કેન્ટીનને બંધ રાખવામાં આવશે. 23મી નવેમ્બરથી બાર રૂમ અને બાર લાઈબ્રેરી પણ ખોલવામાં આવશે.

નોંધનીય છે કે 26મી ઓક્ટોબરના દિવસે સમગ્ર દેશમાં સૌથી પહેલા ગુજરાત હાઈકોર્ટ દ્વારા વીડિયો કોન્ફરન્સથી થતી સુનાવણીનું લાઈવ સ્ટ્રીમિંગ યુ-ટુયુબ પર કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published.