//

જલારામ મંદિરનાં દ્વાર ફરી એકવાર ભક્તો માટે બંધ થયા

સૌરાષ્ટ્રનું સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુર જલારામ મંદિરના દ્વાર આજે સોમવારથી ફરી ભક્તો માટે બંધ કરી દેવામાં આવ્યા હતાં. સમગ્ર રાજ્યમાં સતત વધતા જતા કોરોનાના કેસને લઈને કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાઈ તે માટે મંદિર બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી મંદિરે આવતા દર્શનાર્થીમાં કોરોના સક્ર્મણ અટકાવી શકાય. જેને લઈને સુપ્રસિદ્ધ યાત્રાધામ જલારામ મંદિરના દ્વાર પણ આજે સોમવારથી બંધ કરી દેવામાં આવ્યા છે.

યાત્રાધામ વીરપુર જલારામ મંદિરમાં દરરોજ હજારો ભક્તો બાપાના દર્શન કરવા આવતા હોઈ બાપાના ભક્તોમાં કોરોના સક્ર્મણનો ફેલાઈ તે માટે મંદિરના ગાદી પતિ રઘુરામ બાપા દ્વારા ભક્તોને ઘરે રહીને જ ભક્તિ તેમજ દર્શન કરવા અપીલ કરવામાં આવી હતી. આજથી ફરી મંદિરના દ્વાર બંધ કરી દેવામાં આવ્યા છે.

આ સાથે 239 દિવસ બાદ શરૂ થયેલા અન્નક્ષેત્ર પણ બંધ કરી દેવામાં આવ્યું છે. આજે સોમવારે બાપાના દર્શન કરવા આવેલા ભક્તોએ બાપાના બંધ દ્વાર ઉપર માથું ઝુકાવી આશીર્વાદ મેળવી મહામારી જલ્દીથી દૂર થાય તેવી પ્રાર્થના કરી હતી.

Leave a Reply

Your email address will not be published.