////

જામનગર : પદ સંભાળતાની સાથે જ મેયર આવ્યા એક્શન મોડમાં, પ્રથમ દિવસે જ…

જામનગર મહાનગરપાલિકાના નવા મેયર બીનાબેન કોઠારીએ પદભાર સંભાળતાની સાથે જ આજે સોમવારે પ્રથમ દિવસે મહાનગર પાલિકાની વિવિધ કચેરીઓમાં અધિકારીઓ કર્મચારીઓ સમયસર આવે છે કે નહીં તેમજ કઈ પ્રકારની કામગીરી ચાલી રહી છે તેનું સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું.

જામનગર મહાનગરપાલિકામાં સતત છઠ્ઠી વખત ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું છે અને જામનગર મહાનગરપાલિકાના નવા મેયર તરીકે બીનાબેન કોઠારીએ પદભાર સંભાળતાની સાથે જ એકશન મોડમાં આવી ચૂક્યા છે. ખાસ કરીને મહાનગર પાલિકાના અધિકારીઓ કર્મચારીઓ જે ઓફિસમાં આવવામાં સમયમાં લાલિયાવાડી ચલાવતા હોય તેવા સામે મેયર દ્વારા કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.

આજે સોમવારે પ્રથમ દિવસે મહાનગરપાલિકાની ટાઉન પ્લાનીંગ શાખા સહિતની તમામ ખર્ચ કચેરીઓમાં સવારથી જ પોતે રૂબરૂ અધિકારીઓને સાથે રાખીને સરપ્રાઈઝ ચેકિંગ સાથે વિવિધ કચેરીઓની મુલાકાત લીધી હતી. આ તકે અધિકારી કે કર્મચારી સમયસર ઓફિસે નહીં આવતા ઝડપાશે તેમજ પોતાની કામગીરી બાબતે બેદરકારી રાખે છે તેને નોટિસ આપશે.

મેયર બીનાબેન કોઠારીએ કડક કાર્યવાહીની ચીમકી પણ ઉચ્ચારી હતી. જ્યારે મેયરના પ્રથમ દિવસથી જ સરપ્રાઇઝ ચેકિંગને લઈને મનપાના સરકારી અધિકારીઓ કર્મચારીઓમાં પણ ફફડાટ મચી જવા પામ્યો છે.

Leave a Reply

Your email address will not be published.