//

બાબરી વિધ્વંસ મામલે ચુકાદો આપનારા જજને નહીં મળે સુરક્ષા

સુપ્રીમ કોર્ટે બાબરી વિધ્વંસ મામલે ચુકાદો આપનારા જજને નિવૃતિ બાદ સુરક્ષા પૂરી પાડવાની અરજી ફગાવી દીધી છે. જજ એસ.કે.યાદવે સુરક્ષા જાળવી રાખવા માટે ખુદ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો. જો કે સુપ્રીમ કોર્ટે તેનો ઈન્કાર કર્યો હતો.

જજ એસ.કે.યાદવે બાબરી વિધ્વંસ મામલે ભાજપ નેતાઓ સહિત તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કરવાનો ચુકાદો સંભળાવ્યો હતો. આ મામલે એલ.કેૉ.અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી સહિત અનેક મોટા નેતાઓ આરોપી હતાં.

કોર્ટે કહ્યું હતું કે, નિવૃતિ બાદ સતત સુરક્ષા પૂરી ન પાડી શકાય. લખનૌ સ્પેશિયલ કોર્ટેના જજ એસ.કે.યાદવે દેશની સર્વોચ્ચ અદાલતમાં અરજી દાખલ કરીને પોતાને સુરક્ષા પૂરી પાડવાની માગ કરી હતી. જજ યાદવે પોતાના આખરી કેસની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને અંગત સુરક્ષા જાળવી રાખવા માટે કહ્યું હતું.

અગાઉ ટ્રાયલ દરમિયાન જજે સુપ્રીમ કોર્ટમાં સુરક્ષા પૂરી પાડવા માટેની માગ કરી હતી. જેને કોર્ટે સ્વીકારી હતી. કોર્ટે ઉત્તરપ્રદેશ સરકારને સુરક્ષા પૂરી પાડવાનો આદેશ આપ્યો હતો. જો કે આ કેસમાં ચુકાદો આવી ગયા બાદ અને નિવૃત થયા બાદ સુપ્રીમ કોર્ટે જજની સુરક્ષા યથાવત જાળવી રાખવાનો ઈન્કાર કર્યો છે.

ઉલ્લેખનીય છે કે, બાબરી વિધ્વંસ કેસમાં આ ચુકાદો ઘટનાના લગભગ 28 વર્ષ બાદ એટલે કે 30 સપ્ટેમ્બર 2020ના રોજ આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published.