///

તાજમહેલની ચાંદીની ચાવી ટ્રમ્પને સોંપી તાજમહેલની સેર કરાવશે કોવિંદ

અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ભારત પ્રવાસે આવી રહ્યા છે. જેમાં દુનિયાની સાતમી અજાયબી તાજમહેલની પણ મુલાકાતે લેવાનાં છે. જેને લઇને દેશનાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ ટવીટ કર્યુ છે. ટવીટ કરીને તેમણે જણાવ્યુ કે, આગ્રા પહોંચ્યા પછી રાષ્ટ્રપતિ ટ્રમ્પનું રૂપેરી ચાવીથી સ્વાગત કરવામાં આવશે. પરંપરા અનુસાર જયારે પણ રાજયના વડા તાજમહેનને જોવા આવે છે. ત્યારે તેમણે ચાવી આપવામાં આવે છે.

મેયર નવીન જૈને ચાંદીની ચાવી બતાવીને જણાવ્યુ હતુ કે, આ ચાવી ૧૨ ઇંચ, ૬૦૦ ગ્રામની છે.તેનાં પર તાજમહેલની તસવીર સાથે એક આવકારદાયક સંદેશ લખ્યો છે. જયારે બિલ કિલન્ટન પણ તાજ જોવા માટે આવ્યા ત્યારે તેમણે પણ આવી જ ચાવી સોંપવામાં આવી હતી. જોકે, મેયર ગુસ્સે છે કે તેમણે પ્રમુખને આવકારવા આંમત્રણ નથી અપાયું. રૂવી પરિસ્થિતિમાં તેઓ પોતાનો પ્રોટોકોલ અંગે જિલ્લા વહીવટીતંત્ર સામે નારાજગી વ્યકત કરી રહ્યા છે. ચાવી હાલમાં મેયર પાસે છે અને આગ્રાની પંરપરાને અનુસરીને રાષ્ટ્રપતિ ટ્રમ્પનાં સ્વાગતની રાહ જોઇ રહ્યા છે.

ટ્રમ્પની આગ્રામાં મુલાકાતને લઇને પુરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. ઉત્તર પ્રદેશનાં સીએમ યોગી આદિત્નાથ પણ ટ્રમ્પનાં શાહી સ્વાગતની તૈયારીઓ કરી રહ્યા છે. તેમજ તેમણે અધિકારીઓને ભવ્ય સ્વાગતની તૈયારીઓ કરવાનું ફરમાન પણ કરી દીધુ છે.

Leave a Reply

Your email address will not be published.