જમ્મુ-કાશ્મીરમાં પોલીસ અને સુરક્ષા દળોએ રંગરેથ વિસ્તારમાં હિઝબુલનો ટોચનો કમાન્ડર સૈફુલ્લાને એન્કાઉન્ટરમાં ઠાર માર્યો છે. તેના એક સાથીને સેનાએ દબોચી લીધો છે. આ વર્ષે જ સૈફુલ્લાને હિઝબુલે તેનો ચીફ બનાવ્યો હતો.
જમ્મુ-કાશ્મીરમાં પોલીસ અને સુરક્ષા દળોએ સંયુક્ત ઓપરેશનમાં હિઝબુલ મુજાહિદ્દીનના ચીફ કમાન્ડર સૈફુલ્લાને ઠાર માર્યો છે. રિયાઝ નાઈકુની હત્યા બાદ સૈફુલ્લાને હિઝબુલે ચીફ કમાન્ડર બનાવ્યો હતો.
મળતી માહિતી મુજબ, શ્રીનગર જિલ્લાના રંગરેટ વિસ્તારમાં સૈફુલ્લા એન્કાઉન્ટરમાં માર્યો ગયો છે. તેનો એક સાથી સૈન્યની પકડમાં છે. રંગરેટમાં સેનાનું સર્ચ ઓપરેશન ચાલુ છે.
જમ્મુ-કાશ્મીરના DGP દિલબાગ સિંહના જણાવ્યાં અનુસાર, થોડા દિવસો પહેલા ભારતીય જનતા પાર્ટીના ત્રણ કાર્યકરોની હત્યા પાછળ સૈફુલ્લાનો હાથ હતો. 72 કલાકમાં જ સેનાએ ભાજપના નેતાઓના હત્યારાને ઠાર કર્યો છે.